Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

વોર્ડ નં. ૧૩ની પેટા ચૂંટણી માટે કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો ફાટયોઃ કાર્યાલયમાં લાગી કતાર

કમલેશ કોઠીવાર-બીનલબેન-યોગીન છનિયારા સહિતનાંઓએ ચૂંટણી લડવા દાવો કર્યોઃ ત્રણ ઉમેદવારનુ લીસ્ટ પ્રદેશ કોંગ્રેસમાં મોકલી અપાશેઃ શહેર પ્રમુખ મહેશ રાજપૂતની જાહેરાત

રાજકોટ તા.૩:તા. ૨૭મી જાન્યુઆરીએ શહેરનાં વોર્ડ નં. ૧૩માં પેટા ચૂંટણી યોજાનાર  છે. ભા.જ.પ-કોંગ્રેસમાં ચૂંટણી લડવા ઇચ્છુક મુરતિયાઓએ તેયારીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. શહેર કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની સ્થાનિક કક્ષાથી કાર્યવાહી આજે હાથ ધરવાની સાથે ઉમેદવારોનો રાફડો ફાટયો હતો અને કાર્યાલયે દાવેદારોની લાઇનો લાગી હતી.

આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યું હતંુ. પ્રદેશ કોંગ્રેસની સુચનાં અનુસાર આજે વોર્ડ નં. ૧૩ની પેટા ચૂંટણી લડવા ઇચ્છુક કોંગ્રેસનાં આગેવાનો-કાર્યકરોનો બાયોડેટા સ્વીકારવામાં આવ્યો હતો. જેમાં નિલેષ ભાલોડિયા, કમલેશ કોઠીવાર, વિપુલ ચોવટિયા, યોગીન છનિયારા, બીનલબેન મકવાણા, શાંતાબેન મકવાણા, નરશીભાઇ ચોવટિયા વગેરેએ વોર્ડ નં. ૧૩ની પેટા ચૂંટણી લડવા દાવા રજુ કર્યા છે.

શ્રી રાજપૂતે આ તકે જણાવ્યું હતું કે ઉપરોકત દાવેદારો માંથી ત્રણ મજબુત દાવેદારોનાં નામો પ્રદેશ કોંગ્રેસને મોકલી અપાશે. અને એ ત્રણ માંથી એક ઉમેદવારની પસંદગી પેટા ચૂંટણી માટે થશે.(૧.૧૯)

(3:34 pm IST)