Gujarati News

Gujarati News

News of Thursday, 3rd January 2019

ચેસ ટૂર્નામેન્ટ સંપન્નઃ વિજેતાઓને ૭૫ ઈનામો

રાજકોટઃ ગેસ્ફોર્ડ ચેસ કલબ અને કાઠિયાવાડ જીમખાના દ્વારા ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટનું કાઠીયાવાડ જીમખાના ખાતે આયોજન કરેલ. (૧) શ્રી અરવિંદભાઈ મણીઆર ટ્રોફી, (૨) પી.પ્રભુદાસ ટ્રોફી અંડર- ૧૨, અંડર- ૧૭, (૩) જયંતીલાલ અજરામર દોશી લેડીઝ ટુર્નામેન્ટ તથા (૪) રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન ટ્રોફી અંડર- ૯ અને અંડર-૧૩ કુલ છ ટુર્નામેન્ટ રમાડી હતી. તેમાં ૨૫૦ ખેલાડીએ ભાગ લીધેલ. કુલ ૭૫ ઈનામો આપવામાં આવ્યા હતા. પ્રથમ ઉદીત કામદારને રૂ.૧૦ હજાર રોકડનું ઈનામ આપેલ. દરેક ટુર્નામેન્ટમાં ૧ થી ૨૦ નંબરના ખેલાડીને રોકડ રકમ ઘડીયાળ ચેસ બોર્ડ, ગીફટ તથા ભાગ લેનાર ખેલાડીને પ્રમાણપત્ર આપવામાં આવેલ. લેડીઝ ટુર્નામેન્ટમાં ૧ થી ૫ નંબર ૨૩થી ઈનામો આપવામાં આવેલ. આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં કાઠીયાવાડ જીમખાના, રાજકોટ નાગરીક સહકારી બેંક શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ, પી.પ્રભુદાસ જીમ્મીભાઈ જીતેન્દ્રભાઈ દક્ષિણીનો મહત્વનો ફાળો આપેલ. આ સમારોહના મુખ્ય મહેમાન પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા તથા અતિથી વિશેષ તરીકે અરૂણભાઈ દેસાઈ, અનીલભાઈ દેસાઈ, જીમ્મીભાઈ દક્ષિણી, જાનવીબહેન, હસુભાઈ ગણાત્રા તથા અન્ય મહાનુભાવોના વરદ્ હસ્તે ઈનામો આપેલ. ગાયત્રીબા વાઘેલાએ સૌને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.

ટુર્નામેન્ટમાં પહેલા પાંચ ખેલાડીઓ યુ-૧૨ (૧) અક્ષીત કાચા, (૨) જતિન પંડ્યા, (૩) યક્ષ સોલંકી, (૪) કિરથ તરવાણી, (૫) રીશી પંજવાણી,  યુ-૧૭ (૧) યશ પિત્રોડા, (૨) શાહીલ રાજાણી, (૩) દિપ પરમાર, (૪) કરણ દોશી, (૫) અભય નથવાણી,  ઓપન (૧) ઉદીત કામદાર, (૨) જય કુંડલીયા, (૩) તનમય અજમેરા, (૪) વિજીત ડેલીવારા, (૫) પ્રતિક માણેક, લેડીઝ (૧) ગરવી શાહ, (૨) હીર બાબરીયા, (૩) વિશ્વા વડોયા, (૪) ઋતિકા સોમૈયા, (૫) જાહની બાબરીયા.

આર.એમ.સી.ની અંડર-૯ અને અંડર-૧૩ ચેસ ટુર્નામેન્ટ ફ્રી એન્ટ્રીમાં રમાડી હતી. આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં કાઠીવાડ જીમખનાના સભ્યશ્રી તેમજ ગેસ્ફોર્ડ ચેસ કલબના કિશોરસિંહ જેઠવા, દિપકભાઈ જાની, મહેશ ચૌહાણ, હર્ષદભાઈ ડોડીયા, મહેશભાઈ વ્યાસ, પંચોલીભાઈ, ગૌરવ ત્રિવેદી, અભય કામદાર, વલ્લભભાઈ પીપડીયા તેમજ ગેસ્ફોર્ડ ચેસ કલબના દરેક સભ્યોએ જહેમત ઉઠાવી હતી. તેમ ગેસફોર્ડ ચેસ કલબના પ્રમુખ શ્રી નટુભાઈ સોલંકી (ફોન ૦૨૮૧-૨૨૨૧૭૪૬)ની યાદી જણાવેલ છે.

(3:28 pm IST)