Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

ભારતનાં પ્રથમ શિક્ષિકા સાવિત્રીબાઇ ફુલેની આજે ૧૮૭મી જન્મ જંયતિ

મૂળ નિવાસી સંઘ દ્વારા શહેરમાં પ્રતિમા મૂકવા મુખ્યમંત્રીને રજૂઆત

રાજકોટ,તા.૩: ભારતનાં પ્રથમ  મહિલા શિક્ષિકા સાવિત્રીબાઇ ફૂલેની આજે ૧૮૭મી જન્મ જંયતિ છે ત્યારે મૂળ નિવાસી સંઘ દ્વારા શહેરમાં ફુલેજીની પ્રતિમા મુકવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે મૂળ નિવાસી સંઘે પત્રમાં  જણાવ્યુ છે કે, ૧૮૩૧માં માહરાષ્ટ્રનાં સતારા ખાતે જન્મેલા સાવિત્રીબાઇ ફુલે ભારતનાં પ્રથમ મહિલા શિક્ષિકા હોવાનું ગૌરવ ધરાવે છે. તેમના લગ્ન સમાજ સુધારક જયોતિરાવ ફુલે સાથે થયા હતા. સ્ત્રી શિક્ષણ અને જાગૃતિ માટે તેઓ હંમેશા  હિમાયતી  રહ્યા હતા.

આવા સાવિત્રીબાઇ ફુલેની પ્રતિમા મૂકવા પત્રમાં મુળ નિવાસી સંઘે લાગણી વ્યકત કરી છે. આજે તેઓની જન્મ જંયતિ નિમિતે ઠેર-ઠેર ભાવ વંદના કરવામાં આવી હતી.(૨૮.૧)

(4:02 pm IST)