Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

કાળી માટી વિનામૂલ્યે, લીલા નાળિયેર રૃા.૩૦માં મળશે

નવરંગ નેચર કલબ દ્વારા રવિવારે રાજકોટ અને ગોંડલમાં કેમ્પ : કુદરતી પાકેલા કેળા, શાકભાજી, ફૂલછોડ, ગાય આધારીત વસ્તુઓ, મધ, એલોવેરા જેલ, મુખવાસ સહિતની ચીજવસ્તુઓ રાહત દરે મળશે

રાજકોટઃ નવરંગ નેચર કલબ- દ્વારા  રાજકોટ ખાતે ફૂલછોડ માટે માટી વિનામૂલ્યે, લીલા નાળિયેર (૩૦ રૃ), તલ ની શાની, કુદરતી પાકેલ કેળાં વગેરેનું વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત વિવિધ જાતના ફૂલછોડ, ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ, એલોવેરા જેલ, હાથલા થોરનું સરબત (ફીંડલા સરબત), પ્લાસ્ટિકના ચબુતરા (રૃા.૧૦), દેસી ઓસડીયા, પંચામૃત, લીંબુ, લીંબુ આદું, ઠંડાઈ, આંબડા વગેરેના પાવડર, પ્યોર મધ, લીલા નાળિયેર, સફરજન અને મોસંબી તેમજ વિષણવેલ (ગડુ)ના ખેડૂતો કુદરતી રીતે પાકેલ કેળાંનું વેચાણ કરવા અહી આવશે.

મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, લાલ અને કાશ્મીરી ગુલાબ, ઇંગ્લિશ ગુલાબ, દિનકા રાજા, એકસોરા વગેરેનું રોપાનું રાહત દરે વિતરણ. આંગણે વાવો શાકભાજીને પ્રોત્સાહન મળે તે માટે રીંગણી, ટમેટી અને કોબી ના રોપાઓ મળસે સાથે સાથે  ફૂલછોડઃ કાશ્મીરી અને ઈંગ્લીશ ગુલાબ ના રોપાઓ તથા મોગરો, મયુર પંખ, રાતરાણી, ક્રીશ્મસ ટ્રી, એકશ્ઝોરા, ક્રોટોન વિગેરે રાહત દરે મળશે.

એલોવેરા જેલઃ અલોવેરા જયુસ અને સપ્ત્ચુર્ણ, દેસી ગોળ, કાજુ બદામ, અખરોટ, કિસમિસ, કેળાં, અથાણાં માટે ગુંદા, વિવિધ જાતના દેસી મુખવાસ અને દેસી અથાણાં, છાણિયું ખાતર, લીંબડાનો ગળો, વિવિધ જાતના કઠોડ, માટી અને પ્લાસ્ટિકના કુંડા મળશે. વાંચન અભિયાન - વધુમાં વધુ લોકો વાંચન તરફ વળે તે માટે સંસ્કારી સાહિત્યના પુસ્તકો પાછા આપવાની શરતે વિનામુલ્યે વિશ્વનિડમ ગુરૃકુલમ તરફથી આપવામાં આવશે. 

આ બધું ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ વેચવા આવે છે તેને અમારી સંસ્થા જગ્યા અને પ્રચારની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપતા હોવાનું યાદીમાં જણાવાયું છે.

રાજકોટ : ૧૫૦ ફૂટ રીંગરોડ, અમીન માર્ગ નો ખૂણો, રાજકોટ તા.૪ (દર રવિવાર), સમયઃ સવારે ૮ થી ૧

ગોંડલઃ- કે. બી. બેરા કન્યા વિદ્યાલય પાસે, કોલેજ ચોક, ગોંડલ, તા.૪/૧૨(રવિવાર) સમયઃ  સવારે ૮ થી ૧

આ અંગે વધુ માહિતી માટે વી.ડી. બાલા (પ્રમુખ, નવરંગ નેચર કલબ- રાજકોટ મો.૯૪૨૭૫ ૬૩૮૯૮)નો સંપર્ક કરવો.

(4:06 pm IST)