Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

શ્રી રણછોડદાસજી બાપુ હોસ્‍પીટલ રાજકોટ દ્વારા ડીસેમ્‍બરમાં વિનામુલ્‍યે નેત્રયજ્ઞ

આખો મહીનો ગામોગામ આયોજનઃ સંસ્‍થાની બસ દ્વારા તેડી-મુકી જવાશેઃ દવા-ટીપા-ચશ્‍મા અને નેત્રમણી પણ વિનામુલ્‍યે

રાજકોટ, તા., રઃ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પીટલ રાજકોટ ્‌દ્વારા ગુજરાત રાજયનાં ગ્રામ્‍ય તથા શહેરી વિસ્‍તારોમાં વિનામુલ્‍યે ૧ર૧ (એકસો એકવીસ) શ્રી સદગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું તા.૧-૧ર-ર૦રર ગુરૂવારથી તા. ૩૦-૧ર-ર૦રર શનીવાર સુધી આયોજન કરેલ છે.

દર્દી ભગવાન જે તે કેમ્‍પ સ્‍થળેથી વિનામુલ્‍યે જ સંસ્‍થાની બસ દ્વારા લઇ આવવા તથા ઓપરેશન બાદ કેમ્‍પના સ્‍થળે પરત મુકી જવામાં આવે છે. દર્દી ભગવાનને રહેવા, જમવા, ચા-પાણી, નાસ્‍તો, શુધ્‍ધ ઘીનો, શીરો દવા ટીપા, ચશ્‍મા તથા નેત્રમણી વિનામુલ્‍યે જ બેસાડી આપવામાં આવે છે.

 

જે મુજબ  તા.૩ના શનિવારે હરીકૃષ્‍ણ ટ્રસ્‍ટ હોસ્‍પીટલ રાજુલા રોડ ગાયત્રીમાંના મંદિર સામે ટીંબી, તા.જાફરાબાદ, જી.અમરેલી તેમજ કુબેરનાથ મહાદેવ મંદિર કોલેજ રોડ, ગાંધીબાગ પાછળ મહુવા, જી. ભાવનગર, તેમજ જલારામ મંદિર, શારદાગ્રામ રોડ, માંગરોળ જી. જુનાગઢ,  તા.૪ના રવિવારે રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પીટલ શ્રી સદગુરૂ આશ્રમ માર્ગ રાજકોટ તેમજ હરીહર આશ્રમ, ઠક્કરનગર એપ્રોચ અમદાવાદ તેમજ જલારામ પ્રાર્થના મંદિર અયોધ્‍યાપુરી રોડ મોરબી, તેમજ સ્‍વામી વિવેકાનંદ કેન્‍દ્ર વિવેકાનંદ ગાર્ડન રેલ્‍વે ફાટક પાસે તળાવ દરવાજા,જુનાગઢ, તેમજ રણછોડદાસજી બાપુ જ્ઞાન મંદિર રણજીતનગર પટેલ સમાજની સામે જામનગર તેમજ જલારામ મંદિર આંબાવાડી કેશોદ જી. જુનાગઢ ખાતે યોજાશે.

તા.પ ના સોમવારે ગાયત્રી શકિતપીઠ, શરૂ સેકસન રોડ, શિવમ પેટ્રોલ પંપ પાછળ જામનગર અને ભુતનાથ મહાદેવ મંદિર ખોરાસાગીર તા. માળીયા હાટીના જી.જાુનાગઢ ખાતે યોજાશે.

તા.૬ના મંગળવારે જય સરદાર યુવક મંડળ ટ્રસ્‍ટ સંચાલીત સમાજવાડી રાણપુર તા. ભેંસાણ જી. જુનાગઢ તેમજ શિરડી સાંઇબાબા મંદિર ગાંધીનગર જામનગર તેમજ   એમ.ડી.સોસાયટીના હોલમાં શ્રી કષ્‍ટભંજન હનુમાનજીની મંદિરની બાજુમાં મોરબી-રાજકોટ હાઇવે ટંકારા જી.મોરબી ખાતે યોજાશે.

તા.૭ના બુધવારે મોગલધામ ભાયલા તા. બાવળા જી. અમદાવાદ તેમજ પોપટભાઇ વાઘાણી જીવનસેતુ હોસ્‍પીટલ માણેક ચોક ભડી ભંડીયારા જી. ભાવનગર તેમજ યોગેશ્વરનગર ગાયત્રી શકિત પીઠ ખંભાળીયા, જી. દેવભુમી દ્વારકા તેમજ રજપુત સમાજની વાડી, ખારવાની પોર વઢવાણ, જી સુરેન્‍દ્રનગર તેમજ સરકારી દવાખાનુ ધારી જી. અમરેલી ખાતે યોજાશે.

તા.૮ના ગુરૂવારે રંગુનવાલા હોસ્‍પીટલ કાલાવડ નાકા પાસે જામનગર તેમજ રોટરી કલબ થાન, જી. સુરેન્‍દ્રનગર તેમજ રામાનંદ જ્ઞાતિની વાડી હળવદ જી. મોરબી તેમજ સેનેટેરીયમ દવાખાનુ બસ સ્‍ટેન્‍ડ સામે ધંધુકા જી. અમદાવાદ ખાતે યોજાશે.

તા.૯ના શુક્રવારે વાંઝા જ્ઞાતીની વાડી હિંગળાજ માતાજી મંદિર માંડવી ટાવર પાસે જામનગર તેમજ વિઝન પ્‍લસ સરકારી હોસ્‍પીટલ સામે લાલપુર જી. જામનગર તેમજ ખોડીયાર મંદિર નવોદય વિદ્યાલયની બાજુમાં ત્રાંપજ તા. તળાજા જી. ભાવનગર તેમજ સીંધી લાઠી લોહાણા સમાજ ગલી નંબર-૭, હિંગળાજ માતાજી મંદિર ડો. ગીધવાણી રોડ બાંટવા, તા. માણાવદર જી. જુનાગઢ ખાતે યોજાશે.

તા.૧૦ને શનિવારે શિવશકિતનું દવાખાનુ, સાધના કોલોની, રણજીતસાગર રોડ જામનગર તેમજ વણીક મહાજન વાડી, ગીર-દરવાજા પાસે માળીયા હાટીના  જી. જુનાગઢ તેમજ વણીક મહાજનવાડી ગીર -દરવાજા પાસે માળીયા હાટીના જી. જુનાગઢ તેમજ ઉમીયા માતાજી મંદિર ઉમાધામ ગાંઠીલા, જુનાગઢ ખાતે યોજાશે.

તા. ૧૧ ને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પીટલે શ્રી સદગુરૂ આશ્રમ માર્ગ રાજકોટ તેમજ ગણેશશાળા  ટીમણા તા. તળાજા, જી. ભાવનગર  તેમજ  શારદામણી સ્‍કુલ, મઢીની પીથલપુર, તા.તળાજા, જી.ભાવનગર તેમજ રામેશ્વર પ્રાથમીક શાળા, પ્રહલાદ ટોકીઝ  સામે લાઠી, જી. અમરેલી તેમજ એસ.ડી.વી.હાઇસ્‍કુલ, લોપેજ, તા.માંગરોળ, જી. જુનાગઢ તેમજ જલારામમંદિર, આદિતીયાણા, તા.રાણાવાવ, જી. પોરબંદર તેમન હરિઓમ અન્નક્ષેત્ર વૃધ્‍ધા આશ્રમ નેશનલ હાઇ-વે ઓનેસ્‍ટ હોલની  સામે, ધારેશ્વર, જેતપુર, જી. રાજકોટ તેમજ સંત પ્રભારામ હોલ, સિંધુનગર, ભાવનગર તેમજ માતુશ્રી પુરીબેન જીવણભાઇ લાખાણી હાઇસ્‍કુલ, બસ સ્‍ટેન્‍ડની બાજુમાં, ગોસા. જી.પોરબંદર ખાતે યોજાશે.

તા.૧૩ મંગળવારે પટેલ વાડી, લીલીયા, મોટા, જી.અમરેલી ખાતે તેમજ નીલકંઠ ફાર્મ, જામવાળા રોડ, ગીરગઢડા, જી.ગીરસોમનાથ ખાતે તેમજ સરકારી દવાખનું, ખારચીયા રોડ, બસ સ્‍ટેન્‍ડ પાસે, ઢાંક, તા.ઉપલેટા, જી. રાજકોટ ખાતે તેમજ હરિકૃષ્‍ણધામ, રણજીતગઢ, તા.હળવદ, જી. મોરબી ખાતે યોજાશે. તા.૧૪ ને બુધવારે મેમણ પોલીટેકનીક, જુનાગઢ રોડ, ધોરાજી, જી. રાજકોટ ખાતે તેમજ  રોનક સાર્વજનિક ટ્રસ્‍ટ હોસ્‍પિટલ, વેરાવળ, જી.ગીરસોમનાથ તેમજ જીલ્લા ભાજપ કાર્યાલય, ગ્‍લોબલ હોસ્‍પીટલની બાજુમાં, ભગવાન પરશુરામ માર્ગ, પોરબંદર તેમજ જલારામ મંદિર, ગુંદરણ રોડ, તાલાલા, જી. જુનાગઢ તેમજ શ્રી ગાયત્રી મંદિર, ધારી રોડ, ચલાલા જી. અમરેલી ખાતે યોજાશે.

તા.૧પ ગુરૂવારે રંગુનવાલા હોસ્‍પીટલ, કાલાવડ નાકા પાસે, જામનગર ખાતે તેમજ શ્રી મેહુલ બ્રધર્સ, લાતી બજાર, બોટાદ તેમજ લોહાણા મહાજન વાડી, મેઇન બજાર, નલીયા, જી. કચ્‍છ તેમજ જલારામ વાડી, વરસીંગપુર રોડ, ઉના, જી.ગીરસોમનાથ ખાતે યોજાશ.ે

તા.૧૬ શુક્રવારે મુખ્‍ય સ્‍વામીનારાયણ મંદિર, ખાદી ભંડાર સામે, જામનગર ખાતે તેમજ ત્રિમુર્તિ હોસ્‍પીટલ, એસ.ટી.બસ સ્‍ટેશન પાસે, જુનાગઢ, નથવાણી ચેરીટેબલ ટ્રસ્‍ટ, આઝાદ ચોક, મેંદરડા, જી. જુનાગઢ ખાતે યોજાશે.

તા.૧૭ શનિવારે વણીક મહાજનવાડી, ગીર-દરવાજા પાસે, માળીયા હાટીના, જી. જુનાગઢ તેમજ લોહાણા સમાજની વાડી, મેઇન બજાર, નખત્રાણા જી. કચ્‍છ ખાતેયોજાશે.

તા.૧૮ રવિવારે  રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, શ્રી સદ્દગુરૂ આશ્રમ માર્ગ, રાજકોટ તેમજ સરભાગવતસિંહજી કન્‍યાશાળા, બાપુના બાવલા ચોક, કિશાન મંડપ સર્વિસ સામે, ઉપલેટા, જી. રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર શાખા, આલીદર, જી.ગીર-સોમનાથ તેમજ કોળી સમાજની વાડી, પ્રાંચી (ટીંબડી), જી. ગીર સોમનાથ તેમજ  કોંગ્રેસ ભવન, વંથલી દરવાજા, રાજકોટ રોડ, જુનાગઢ તેમજ મારૂતિ અન્નક્ષેત્ર, મારૂતિનગર, વડીયા, જી.અમરેલી તેમજ જલારામ મંદિર, આંબાવાડી, કેશોદ જી. જુનાગઢ ખાતે યોજાશે.

તા.૧૯ સોમવારે લોહાણા મહાજનવાડી, કોર્ટની બાજુમાં વંથલી, જી. જુનાગઢ ખાતે તેમજ પ્રાથમીક શાળા, ગુંદરડા તેમજ સત્‍સંગ આશ્રમ, માંડવી જી.કચ્‍છ તેમજ અવધેશ આશ્રમ, ખોરસમ, તા.ચણાસમા, જી. પાટણ ખાતે યોજાશે.

તા.ર૦ મંગળવારે પ્રાથમીક શાળા, પીપરલા, જી.ભાવનગર ખાતે તેમજ જી.એસ.સી.એલ ફાઉન્‍ડેશન સુત્રાપાડા, તા.ગીર સોમનાથ તેમજ ગાયત્રી મંદિર, ડાભોર રોડ, વેરાવળ, જી. ગીર સોમનાથ તેમજ ગાયત્રી પ્રજ્ઞાપીઠ, અરણેજ, તા.કોડીનાર, જી. ગીર સોમનાથ ખાતે યોજાશે.

તા.ર૧ બુધવારે મોખરા હનુમાનજી મંદિર, હોમગાર્ડ ઓફીસ, મહુવા રોડ, સાવરકુંડલા, જી.અમરેલી, ગાયત્રી મંદિર, અમરેલી તેમજ નેપાળીબાપુનો આશ્રમ, મોટા ખુંટવડા, તા. મહુવા, જી.ભાવનગર તેમજ

રણછોડદાસજી સત્‍સંગ મંડળ, લાલટેકરી, દેના બેંક પાસે, હોસ્‍પિટલ રોડ, ભુજ જી. કચ્‍છ (ભુજ) તેમજ ભાણવડ મહાજન પાંજરાપોળ, વેરાવળ ગેઇટ, ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા ખાતે યોજાશે.

તા. રર ના ગુરૂવારે  રંગુનવાલા હોસ્‍પિટલ, કાલાવડ નાકા પાસે જામનગર ખાતે તેમજ સ્‍વામિ વિવેકાનંદ કેન્‍દ્ર, વિવેકાનંદ ગાર્ડન, રેલ્‍વે ફાટક પાસે, તળાવ દરવાજા, જુનાગઢ તેમજ જલારામ મંદિર, આઝાદ ચોક, મેર સમાજની વાડી પાસે, માધવપુર ઘેડ, જી. પોરબંદર તેમજ જીનતાન ઉદ્યોગનગર આરોગ્‍ય કેન્‍દ્ર, ૮૦ ફુટ રોડ, રાજગૃહિ ટાવરની બાજુમાં એસ. બી. આઇ. બેંક એટીએમ પાસે, સુરેન્‍દ્રનગર તેમજ પ્રાથમિક  શાળા, માલપર, જી. જુનાગઢ ખાતે યોજાશે.

તા. ર૩  ના શુક્રવારે લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર, જી. ભુજ (કચ્‍છ) ખાતે તેમજ જલારામ મંદિર, સેવા ટ્રસ્‍ટ જામજોધપુર જી. જામનગર તેમજ પ્રાથમિક શાળા, સુથરા, તા. મહુવા, જી. ભાવનગર તેમજ પટેલ વાડી, જેસર, જી. ભાવનગર તેમજ ગીરનારા સોની જ્ઞાતિની વાડી, આર્ય સમાજ પાસે, ખંભાળીયા નાકા સામે જામનગર ખાતે યોજાશે.

તા. ર૪ જલારામ મંદિર, ભાદર રોડ, કુતીયાણા, જી. પોરબંદર ખાતે યોજાશે.

તા. રપ ના રવિવારે રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ સદ્‌્‌ગુરૂ આશ્રમ માર્ગ, રાજકોટ તેમજ જલારામ મંદિર, ભાદર રોડ, કુતીયાણા, જી. પોરબંદર તેમજ નુતન લોહાણા સમાજવાડી, ભારતનગર, ગાંધીધામ, જી. ભુજ (કચ્‍છ) તેમજ જુનુ સરકારી દવાખાનું, પ્રાથમિક શાળા સામે,  બગદાણા, જી. ભાવનગર ખાતે યોજાશે.

તા. ર૬ ના સોમવારે લોહાણા મહાજન વાડી, મોટી પાનેલી, તા. ઉપલેટા, જી. રાજકોટ તેમજ સરસ્‍વતી વિદ્યા મંદિર, જુના સરકારી દવાખાના પાછળ, ચિતલ જી. અમરેલી તેમજ પટેલ સમાજ, સુપેડી, તા. ધોરાજી જી. રાજકોટ ખાતે યોજાશે.

તા. ર૭ ના મંગળવારે ભચાઉ લોહાણા મહાજન વાડી, ફુલવાડી, ભચાઉ, જી.-કચ્‍છ ખાતે પંચાયત ઓફીસ, રાજૂલા રોડ, વિજપડી, તા. સાવરકુંડલા જી. અમરેલી ખાતે યોજાશે.

તા. ર૮ બુધવારે વાઘાસ્‍વામીની જગ્‍યા, વલ્લભીપુર, જી. ભાવનગર તેમજ મેહુલ બ્રધર્સ, લાતી બજાર, બોટાદ તેમજ ગાયત્રી મંદિર, ક્રાંસા રોડ, દામનગર, જી. અમરેલી તેમજ બી. ડી. દેસાઇ જનરલ હોસ્‍પિટલ, નાની વાવડી રોડ, જી. ઇ. બી. સામે  ગારીયાધાર, જી. ભાવનગર ખાતે યોજાશે.

તા. ર૯ ના ગુરૂવારે રંગુનવાલા હોસ્‍પિટલ, કાલાવડ નાકા પાસે, જામનગર ખાતે તેમજ લટુરદાસ આશ્રમ, ટાણા, તા. સિહોર, જી. ભાવનગર તેમજ લોહાણા મહાજન વાડી, રાપર, જી. ભુજ ખાતે યોજાશે.

તા. ૩૦ ના શુક્રવારે મોચી જ્ઞાતિની વાડી, આંબલી શેરી, બિલખા, જી. જુનાગઢ તેમજ જલારામ મંદિર, હાપા, જી. જામનગર તેમજ આર્ય સમાજ મંદિર, સત્તાધાર રોડ, વિસાવદર, જી. જુનાગઢ તેમજ ગીતા વિદ્યાલય, કાશી વિશ્વનાથ મંદિર, પાસે, જામનગર ખાતે યોજાશે.

તા. ૩૧ ના શનિવારે શ્રી ગાયત્રી શકિતપીઠ, ચણાસમા, જી. પાટણ ખાતે યોજાશે. 

(3:58 pm IST)