Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

રાજકોટની ૪ બેઠક ઉપર ૪.ર૩ લાખ પુરૂષો તથા ૩.૪ર લાખ મહિલાઓનું મતદાન

કુલ ૭.૬પ લાખ મત પડયા : સૌથી ઓછુ રાજકોટ દક્ષિણમાં ૮૩ હજાર પરૂષો તથા ૬૭ હજાર મહિલાઓએ મતદાન કર્યુ

રાજકોટ, તા., ૨: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની ચુંટણીનું મતદાન ગઇકાલે થયું હતું. ત્‍યારે સૌરાષ્‍ટ્રના પાટનગર સમા રાજકોટના ચાર બેઠકમાં કુલ ૧ર.૭૮ લાખ મતદારો પૈકી ૭.૬પ લાખ મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાં ૪.ર૩ લાખ પુરૂષો તથા ૩.૪ર લાખ મહિલાઓનો સમાવેશ થાય છે.  રાજકોટની ૪ બેઠકો ઉપર કુલ મતદારો પૈકી કયાં કેટલુ મતદાન થયું તેની વિગતો આ મુજબ છે.

રાજકોટ ૬૮માં કુલ ર.૯૭ લાખ મતદારો પૈકી ૧.ર લાખ પુરૂષો તથા ૮ર,૮૩પસ્ત્રીઓ મતદાન કરતા ૬ર.રર ટકા મતદાન થયું હતું. જયારે રાજકોટ ૬૯માં ૩.પ૪ લાખ મતદારો પૈકી ૧,૦૯,૦૮ર પુરૂષો તથા ૯ર,૯૮૬ મહિલા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા પ૭.૦૩ ટકા મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટ ૭૦માં ર.પ૮ લાખ મતદારો પૈકી ૮૩,૯ર૯ પુરૂષો તથા ૬૭,૭૩ર મહિલાઓ મતદાન કરતા પ૮.૬૦  ટકા મત પડયા છે. રાજકોટ ૭૧માં કુલ ૩.૬૭ લાખ પૈકી ૧,ર૭,૭૦૩ પુરૂષો તથા ૯૯,૧૪૭ મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ કરતા ૬૧.૭૪ ટકા મતદાન થયું હતું.

(3:43 pm IST)