Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

રૃા. ૪૦ હજારની લાંચના કેસમાં પકડાયેલ જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીના કલાર્કનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. રઃ રાજકોટ એસીબી પોલીસ સ્ટેશનમાં ફરીયાદી શીવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા રાજકોટવાળાએ જીલ્લા રજીસ્ટર સહકારી મંડળી રાજકોટ વર્ગ-૧ મનોજભાઇ સીતારામભાઇ લોખંડે તથા સિકંદરભાઇ આમદભાઇ સુમરા કે જેઓ વર્ગ-૩ નાં સરકારી કર્મચારી મદદનીશ સરકારી અધિકારી વિરૃધ્ધ શ્રી શીરોમણી શરાફી સહકારી મંડળી લી. રાજકોટનાં નામથી નોંધણી કરવા માટે રૃા. પ૦-હજારની લાંચ મનોજભાઇ સીતારામભાઇ લોખંડેએ માંગેલ અને રકજકનાં અંતે રૃા. ૪૦-હજાર આપવાનું નકકી કરેલ. જે રકમ લોખંડેનાં કહેવાથી સિકંદર સુમરાને આપવાની હતી. સિકંદર સુમરાએ લાવો ૪૦-હજાર તેમ કહી લાંચની રકમ માંગેલ પરંતુ સ્વીકારેલ નહીં, જે કેસ રાજકોટનાં સેશન્સ જજ શ્રી યુ.ટી. દેસાઇની કોર્ટમાં ચાલી જતા બંને આરોપીઓને છોડી મુકવા હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદીએ તેના ૧૦-મિત્રો સાથે રાજકોટ મુકામે શ્રી શીરોમણી શરાફી સહકારી મંડળી લી.નાં નામથી ધીરધારનો શરાફી ધંધો ચાલુ કરેલ અને બહુમાળી ભવન રાજકોટમાં જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીની નોંધણી કરાવવા તા. ૧૦/૧૦/૧રનાં રોજ અરજી કરેલ. તેમ છતાં કોઇ જવાબ નહીં મળતા ફરીયાદી શીવરાજસિંહ ઝાલા કલાર્ક શ્રી સિકંદરભાઇને મળી રજુઆત કરતા તેઓ જીલ્લા રજીસ્ટ્રાર લોખંડે સાહેબ પાસે લઇ ગયેલ અને લોખંડે સાહેબે જણાવેલ કે, તમારૃં કામ પતી જશે પરંતુ તમારે વહેવાર કરવો પડશે અને લોખંડે સાહેબે રૃા. પ૦-હજારની લાંચ માંગેલ જે રકજકનાં અંતે રૃા. ૪૦-હજાર નકકી થયેલ.

આ કેસમાં પ્રોસીકયુશને કુલ-પાંચ સાહેદો તપાસેલ, આરોપીઓ તરફે તેમના એડવોકેટ દ્વારા એવી રજુઆત કરેલ કે, સર્ટીફીકેટ આપવા અંગે સને-ર૦૧રમાં હુકમ થઇ ગયેલ છે તેમજ ફરીયાદી હોસ્ટાઇલ થયેલ છે અને મનોજકુમાર લોખંડેએ લાંચ માંગ્યાનો કેસ છે અને ફરીયઇાદી સિકંદર સુમરાએ લાંચ માંગેલી તેવું જણાવે છે. પંચ નં. ૧ સરકારી કર્મચારી છે પરંતુ તેનો સોગંદ ઉપરનો પુરાવો વિશ્વસનીય કે ભરોસાપાત્ર નથી. પ્રોસીકયુશન તરફે ટ્રેપીંગ ઓફીસર શ્રી પંડયાને તરીકે તપાસેલ નથી કારણ કે પ્રોસી.નો કેસ લાંચની રકમ ૪૦-હજારની માંગવાનો, ડિમાન્ડનો પ્રોસી.નો કેસ છે.

આ કેસમાં સ્વીકાર (૪૦-હજારનો) કે રીકવરી (૪૦-હજારની) નથી. જેથી શ્રી પંડયાને તપાસવા જરૃરી નથી. આરોપીઓ તરફે કાયદા તથા હકીકતનાં મુદ્દાઓ ઉપર વિસ્તૃત દલીલો કરવામાં આવેલ છે જે ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે માન્ય રાખી આરોપીઓને છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આરોપી સિકંદર સુમરા વતી ધારાશાસ્ત્રી દિપક ત્રિવેદી, હસમુખ પરમાર તથા અભિષેક મહેતા રોકાયેલ હતાં તેમજ મનોજભાઇ લોખંડે વતી એડવોકેટ શ્રી કિન્નરભાઇ શાહ રોકાયેલ હતાં.

(3:42 pm IST)