Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

જંકશનના અનાજના ગોડાઉનમાં મારામારીઃ સુરજ, મુકેશ, રવિને ઇજા

રાજકોટ તા. ૨: જંકશન પ્‍લોટ રેલ્‍વે સ્‍ટેશન પાસે અનાજના ગોડાઉનમાં રાત્રે મારામારી થતાં ત્રણને ઇજા થઇ હતી.

અનાજના ગોડાઉન પાસે જ રહેતાં સુરજ ચુનીલાલ (ઉ.૧૭) અને મુકેશ ચુનીલાલ (ઉ.૨૧)ને રાતે ગોડાઉનમાં હતાં ત્‍યારે અજાણ્‍યાએ ઢીકાપાટુનો માર મારતાં ઇજા થઇ હતી. આ ઉપરાંત રવિ અમરસીંગ શેખવાર (ઉ.૨૪) પણ પોતાને ગોડાઉનમાં હતો ત્‍યારે મુકેશ નામના શખ્‍સે મારકુટ કરી કાચના દરવાજામાં અથડાવી ઇજા કરતાં સિવિલમાં દાખલ થયો હતો. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ પ્ર.નગરમાં પ્રાથમિક નોંધ કરાવી હતી. જો કે પોલીસ નિવેદન-ફરિયાદ નોંધે એ પહેલા ત્રણેય ઇજાગ્રસ્‍તો રજા લઇ જતાં રહ્યા હતાં.

(11:55 am IST)