Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

વિશ્વ એઇડ્સ દિવસે મ.ન.પા.ની આરોગ્ય શાખા અને એઇડ્સ કલબ દ્વારા લાલ ફુગ્ગાની રેડ રિબન હવામાં તરતી મુકી

રાજકોટ : મહાનગરપાલિકા અને એઈડ્સ પ્રિવેન્સન કલબ દ્વારા વિશ્વ એઈડ્સ દિવસે રાજકોટ મહાનગરપાલિકાના પટાંગણમાં લાલ ફુગ્ગાની વિશાલ રેડરિબન હવામાં તરતી મુકીને એચ.આઈ.વી. એઈડ્સને બાય-બાય કરવાનો સુંદર પ્રતિકાત્મક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે આરોગ્ય અધિકારી ડો. લલિત વાંઝા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી ડો. હાર્દિક મેતા, ડો. હિતાર્થ મહેતા અને કલબના ચેરમેન અરૂણ દવે, વિશાલ કમાણી હાજર રહ્યા હતા. જીલ્લા શિક્ષણ તાલીમ ભવન – ડાયેસના ભાવી શિક્ષકોએ વિશાળ લાલ ફુગ્ગાની રેડ રિબન આકાશમાં ફ્રી ફ્લાય કરી હતી. પી.ટી.સી. ક્ષત્રો સાથે પ્રાચાર્ય વી.ઓ. કાચા તથા પ્રોફેસર એ.ટી. પટેલે ક્ષાત્રોની સુંદર વ્યવસ્થા સંભાળી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ એઈડ્સ દિવસે રૈયા રોડ ખાતે વિશાળ રેલી યોજવામાં આવી હતી જેમાં સંસ્થાના વિવિધ પ્રતિનિધિઓ જોડાયા હતા. છેલ્લા ૩૫ વર્ષથી એઈડ્સ જન જાગૃતિનું કાર્ય કરનાર વન મેન આર્મી શ્રી અરૂણ દવેનું મેયર ડો. પ્રદીપભાઈ ડવના હસ્તે મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું.

(4:27 pm IST)