Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સગીરાના અપહરણ-દુષ્કર્મ-પોકસોના ગુનામાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. રઃ રાજકોટ જીલ્લાના પંથકના ફરીયાદી એ પોતાની સગીર વયની ૧૬ વર્ષની પુત્રીને બદકામ કરવાના ઇરાદે અપહરણ થયા અંગેની ફરિયાદ રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૧૧૪ અને પોકસો એકટની કલમ ૪ અને ૧૭ અને એટ્રોસીટી એકટની કલમ ૩(ર)(પ)(અ), ૩(૧)(ડબ્લયુ)(આઇ) મુજબની ફરિયાદ રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી. જે કામે આરોપીઓ (૧) હરેશભાઇ ઉર્ફે જીવણ લાખાભાઇ ભાલારા, (ર) અંજલીબેન હરેશભાઇ ઉર્ફે જીવણ ભાલારા, (૩) સંજય બાબુભાઇ ભાલારાની પોલીસ દ્વારા તા. ૩/૧૦/ર૦ર૧ ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ  સમક્ષ રજુ કરતા તેને તે દિવસથી જેલ હવાલે કરવામાં આવેલો જેને રાજકોટ સ્પે. પોકસો સેશન્સ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનોહુકમ ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામે ભોગ બનનારના માતાએ ગત તારીખ ૧/૧૦/ર૦ર૧ના રોજ રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં પોતાની ૧૬ વર્ષની સગીર પુત્રીને બદઇરાદે અપહરણ કરી જવા અંગેની આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૧૧૪ અને પોકસી એકટની કલમ ૪ અને ૧૭ અને એટ્રોસીટી એકટની કલમ ૩(ર)(પ)(અ), ૩(૧)(ડબલ્યુ)(આઇ) મુજબની ફરીયાદ આપેલ હતી.

ત્યારબાદ તમામ આરોપીઓએ ઉપરોકત કામ સબબ જામીન પર મુકત થવા માટે જામીન અરજી રાજકોટની સ્પે. સેશન્સ કોર્ટમાં ગુજારેલ હતી જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઇ નામદાર સ્પે. પોકસો સેશન્સ કોર્ટે આ કામના ઉપરોકત ત્રણેય આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા રોકાયેલા હતા.

(4:32 pm IST)