Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ગીરીરાજ હોસ્પિટલમાં ''અંગદાન જાગૃતિ'' કાર્યક્રમ

 શહેરની ગીરીરાજ હોસ્પિટલ ખાતે 'અંગદાન જાગૃતિ' અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત શહેરની દરેક આઇસીયુ હોસ્પિટલ ખાતે 'અંગદાન જાગૃતિ' અંગેના પોસ્ટર લગાવવામાં આવનાર છે. શહેર ભાજપ ડોકટર સેલ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, પ્રદેશ ભાજપ ડોકટર સેલના સંયોજક ડો. અતુલભાઇ પંડયા, સૌરાષ્ટ્ર ઝોનના ડો. અમીત હપાણી, શહેર ભાજપ ડોકટર સેલના સંયોજક ડો. ચેતન લાલસેતા, કોર્પોરેટર અશ્વીન પાંભર, બીપીન બેરા, ડો. દર્શનાબેન પંડયા, પ્રીતીબેન દોશી, ડોકટર સેલના ડો. પ્રફુલ કામાણી, ડો. મયંક ઠક્કર તેમજ ગીરીરાજ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના ડોકટરો તેમજ સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા.

(3:47 pm IST)