Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

પૂ. રાજેમતિબાઇ આ.ઠા.-૩નું પ્રવિણભાઇ મહેતાને ત્યાં ચાતુર્માસ પરિવર્તન સંપન્ન

શેઠ ઉપાશ્રયે ભવ્ય ચાતુર્માસ પૂર્ણ કરી

રાજકોટ તા. રઃ શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંઘમાં સાધ્વીરત્ના પૂ. રાજેમતિબાઇ મહાસતીજી, સાધ્વીરત્ના પૂ. સુનિતાબાઇ મહાસતીજી, સાધ્વીરત્ના પૂ. શ્વેતાંસીબાઇ મહાસતીજી આદીઠાણા યાદગાર ચાતુર્માસ પરિવર્તન કરી અનેક આરાધનાઓ, આયોજનો, વિવિધ સાધનાઓ કરી પપ્પુભાઇ મહેતા અને હેમલભાઇ મહેતાની વિનંતીને માન આપી તેમના નિવાસ સ્થાને ચાતુર્માસ પરિવર્તન કરેલ હતું. તેઓએ નવકારશીનો પણ લાભ લીધેલ હતો.

આ પ્રસંગે બિપીનભાઇ મહેતા, શૈલેષભાઇ માઉ, ધિરેનભાઇ ભરવાડા, ઉપેનભાઇ મોદી, મિલનભાઇ કોઠારી, મનોજભાઇ ડેલીવાળા, પ્રતાપભાઇ વોરા, વિજયભાઇ આશરા, પ્રકાશભાઇ આશરા, હિતેનભાઇ કામદાર, નિતીનભાઇ દોશી, રાકેશભાઇ ડેલીવાળા, સી. પી. દલાલ, સુશીલભાઇ ગોડા, કિરીટભાઇ શેઠ, કેતનભાઇ શેઠ વિગેરે ઉપસ્થિત રહેલ.

સાધ્વીરત્ના પૂ. રાજેમતિબાઇ મહાસતીજી આદીઠાણા-૩ ના ચાતુર્માસ પરિવર્તન કાર્યક્રમમાં શ્રાવક-શ્રાવિકાઓ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા અને પૂ. મહાસતીજીના આશિર્વાદનો લાભ લીધેલ હતો. શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ પ્રમુખ અને શેઠ ઉપાશ્રય જૈન સંઘના ચેરમેન ચંદ્રકાંતભાઇ શેઠ અને ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘના પ્રમુખ પ્રવિણભાઇ કોઠારીએ હેમલભાઇ મહેતાને આભારવિધી અને કાર્યક્રમ કરવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપેલ હતી અને પ્રવચન આપેલ હતું. કાર્યક્રમની આભારવિધિ હેમલભાઇ મહેતાએ કરેલ હતી તથા કાર્યક્રમનું સંચાલન શ્રી મનહર પ્લોટ સ્થા. જૈન સંઘ-શેઠ પૌષધશાળાના પ્રમુખ ડોલરભાઇ કોઠારીએ કરેલ.

(2:42 pm IST)