Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સાયબર ક્રાઇમ છેતરપીંડીના કેસમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા. ર :  એડી. ચીફ. જયુડી મેજી. રાજકોટ દ્વારા ફ્રોડ અને છેતરપીંડી, સાઇબર ક્રાઇમ જેવા નોંધાયેલ ગુનામાં આરોપી તુષાર ભરતભાઇ સેજપાલને એક દિવસના રીમાન્ડ બાદ તુરંત જ રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કેરલ હતો.

આ કેસની વિગત એવી છે કે આ કામના આરોપી તુષાર ભરતભાઇ સેજપાલ તથા અન્ય બીજા ૯ જણા વિરૂધ્ધ સી.આઇ.ડી. ક્રાઇમ (પોલીસ રાજકોટ ઝોન સ્ટેશન) પો. સ્ટે. માં કંપનીમાં માલીક ઇરફાન શેખે આઇ.પી.સી. સેકશન ૪૦૬,૪૦૮ વિ. મુજબનો એટલે કે આ કામના આરોપી તુષાર ભરતભાઇ સેજપાલે અન્ય આરોપીઓના મિલાપીષણામાં છેતરપીંડી આચરી આ કામના ફરીયાદીના ખાતામાંથી આરોપી નં. ર થી ૧૦ નાઓના અલગ અલગ ખાતાઓમાં કુલ ૮ર,૩૭,પ૮૩/- ટ્રાન્સફર કરેલ અને તેના દ્વારા વિવિધ મિલકતો ઉભી કરેલ તથા પોતાનાી બહેન કવિતા ભરતભાઇ સેજપાલના ખાતામાં કુલ ૧૬,ર૧,પ૧૭/- ટ્રાનસફર કરેલ જે પોર્ન સાઇટમાં ટોકન ખીરદવા માટે ઉપયોગમાં લીધેલ. અને તેવી રીતે ફરીયાદી સાથે છેતરપીંડી કરેલ.

સદર કેસમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવતા તેઓના એડવોકેટ મારફત રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી તથા વિવિધ કાયદાકીય દલીલો રજુ કરવામાં આવેલ, સદર કેસમાં આરોપી તુષાર ભરતભાઇ સેજપાલને એડી. ચીફ જયુ. મેજી. ની કોર્ટમાંથી જામીન પર મુકત કરવામાં આવેલ છે.

ઉપરોકત કેસમાં આરોપી તુષાર ભરતભાઇ સેજપાલ વતી રાજકોટના એડવોકેટ મેઘાવી જે. ગજ્જર તથા રેશમાબેન રાઠોડ રોકાયેલ હતા.

(2:41 pm IST)