Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

કુચીયાદળમાં ભાઇની હત્યા કરનાર સાવનને કોર્ટ હવાલે કરવામાં આવ્યો

રાજકોટ તા. ૨: કુચીયાદળમાં આર. કે. ઇન્ડસ્ટ્રીઝ ઝોન-૧ પ્લોટ નં. ૫૪માં આવેલી કલાસીક પોલીસર્મ ખાતે નોકરી કરતાં અને ત્યાં જ રહેતાં મુળ આગ્રાના પવનકુમારને તેના જ નાના ભાઇ સાવન રામવિલાસ જાટબે માથામાં બેટ અને ઇંટ ફટકારી હત્યા કરી હતી. પવને નાના ભાઇ સાવન સાથે 'તારા કારણે જ મારા લગ્ન થતાં નથી' કહી ઝઘડો કરતાં સાવને ઉશ્કેરાઇ જઇ હુમલો કરી પવનની હત્યા કરી હતી. એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે આરોપીને ઝડપી લઇ કોર્ટ હવાલે કરવા તજવીજ કરી છે.

સીપી, જેસીપી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ. આર. ટંડેલની રાહબરીમાં   પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ વી. સી. પરમાર, એફએસએલ અધિકારી વાય. એચ. દવે, એએસઆઇ વાય. કે. ચોૈહાણ, હેડકોન્સ. કે. એમ. વાજા, કોન્સ. રામભાઇ વાંક, પ્રવિણભાઇ ગઢવી, મુકેશભાઇ લોખીલ, ધારાભાઇ ગઢવી, મહાવીરસિંહ ચુડાસમા, યશપાલસિંહ ઝાલા અને યુવરાજસિંહ જાડેજાએ કાર્યવાહી કરી હતી.

(12:34 pm IST)