Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

છ માસિક પરિક્ષામાં નાપાસ થતાં ગવરીદળના યુવાને રાજકોટ હાઇસ્કૂલના કેમ્પસમાં ઝેર પીધું

રમેશભાઇ છાંયા હાઇસ્કૂલમાં બનાવઃ ૧૧મું ભણતો કરણ દૂકાનમાંથી દવા ખરીદીને આવ્યો'તો

રાજકોટ તા. ૨: મોરબી રોડ પર આવેલા ગવરીદળમાં રહેતાં અને રાજકોટ સદર બજારની રમેશભાઇ છાંયા હાઇસ્કૂલમાં ધોરણ-૧૧માં ભણતા કરણ ભુપતભાઇ રાઠોડ (ઉ.૧૭) નામના છાત્રએ હાઇસ્કૂલના કમ્પાઉન્ડમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

કરણે ગઇકાલે  હાઇસ્કૂલના કમ્પાઉન્ડમાં પહોંચી ઝેર પી લેતાં સિવિલમાં ખસેડાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. કરણ બે ભામાં મોટો છે અને અગીયારમું ધોરણ ભણે છે. તેના માત-પિતા બકાલાનો ધંધો કરે છે. કરણે કહ્યું હતું કે છ માસિક પરિક્ષામાં પોતે નાપાસ થયો હોઇ જેથી માતા-પિતા દુઃખી થશે એમ લાગતાં દૂકાનેથી દવા ખરીદી શાળાએ આવ્યો હતો અને કમ્પાઉન્ડમાં જ દવા પી ગયો હતો.

(11:33 am IST)