Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન તરીકે એડવોકેટ જયેશ બોઘરાઃ વાઈસ ચેરમેન વસંતભાઈ ગઢિયા

રાજકોટ: સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ (બેડી) માર્કેટયાર્ડના ચેરમેન તરીકે યુવા એડવોકેટ જયેશ બોઘરા (રાજકોટ તાલુકો) અને વાઈસ ચેરમેન તરીકે વસંતભાઈ ગઢિયા (પડધરી તાલુકા)ની પ્રદેશ ભાજપ તરફથી પસંદગી થયાનું જાણવા મળે છે. ૧૧ વાગ્યે ચૂંટણી છે. તે પૂર્વે ચૂંટાયેલા સભ્યોની બેઠક મળી છે. જેમાં બંનેના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. બંને બિનહરીફ ચૂંટાઈ રહ્યા છે. (જયેશ બોઘરાનો મો. ૯૮૭૯૯ ૧૩૪૦૯ - રાજકોટ.)
ચેરમેન પદ માટે પરસોતમ સાવલીયા અને જયેશ બોઘરા વચ્ચે તીવ્ર સ્પર્ધા હતી. સાવલીયા સીનીયર હોવા છતાં બાદબાકી થઈ ગઈ છે. શિક્ષિત યુવા ચહેરા તરીકે જયેશ બોઘરાની ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી છે.
 

(11:23 am IST)