Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

લેન્ડ ગ્રેબીન્ગ કમિટી સમક્ષ મુકાયેલા ૨૬ કેસો પૈકી ૪ કેસોમાં એફ.આઈ.આર. દાખલ કરાઈ

જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક

રાજકોટ :રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં રજૂ કરાયેલા ૨૬ કેસો પૈકી ચાર કેસોમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી હતી.

 ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-૨૦૨૦ અન્વયે રજૂ થયેલ અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે આજે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા કુલ ૨૬ કેસો પૈકી વીસ કેસો દફતરે કરવામાં આવ્યા હતા. તથા બે કેસો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા.
 આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીના, એ.સી.પી. એસ.આર ટંડેલ,પ્રાંત અધિકારીઓ સર્વ જી.વી.મિયાણી, રાજેશ આલ, પારસ વંડા, પ્રિયંક ગલચર, વીરેન્દ્ર દેસાઈ, પૂજા જટણીયા અને સિદ્ધાર્થ ગઢવી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પી.બી લાઠીયા, ડીવાય.એસ.પી. રાકેશ દેસાઇ તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(9:19 pm IST)