Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

સૌરાષ્ટ્ર કચ્છ સમનવય બ્રહ્મ સમાજના અગ્રણી અને રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોશીના નાના ભાઈ રમેશભાઈ જોશીનું નિધન : સવારે અંતિમયાત્રા

રાજકોટ : સૌરાષ્ટ્ર કચ્છ , સમનવય બ્રહ્મ સમાજના અગ્રણી અને રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી શ્રી હરેશભાઈ જોશીના નાના ભાઈ રમેશભાઈ હિંમતભાઈ જોશી ( ઉમર ૪૦ વર્ષ ) તે સ્વ. હિંમતભાઈ હરજીવનભાઈ જોશીના સુપુત્ર ,રજનીભાઇ અને હરેશભાઈ જોશીના નાના ભાઈનું આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગતની અંતિમ યાત્રા કાલે સવારે  વાગ્યે તેમના નિવાસ્થાનેથી નીકળશે..

સ્થળ : "સિદ્ધિ વિનાયક"ગાયત્રીનગર મેઈન રોડ,જીવરાજ હોસ્પિટલ ચોક ,રાજકોટ
(મો. હરેશભાઈ જોશી : ૯૪૨૬૯ ૫૯૫૬૫)

(11:35 pm IST)
  • એસપી દેવભૂમિ દ્વારકાનો ચાર્જ અચાનક વિશાલ કુમાર વાઘેલા ( એસપી આઈબી ગાંધીનગર ) ને સોંપાયો છે access_time 11:26 pm IST

  • અત્યારે મોડી રાત્રે બુરેવી વાવાઝોડું તોફાની પવન સાથે શ્રીલંકાના સાગર કાંઠા ઉપર ત્રાટકી ચૂક્યું છે અને હવે ભારતના તામિલનાડુના દરિયાકાંઠાથી પસાર થશે વિગતોની રાહ જોવાઈ ગઈ છે access_time 12:13 am IST

  • સુપ્રીમ કોર્ટે આપ્યા નિર્દેશ:CBI, NIA, ED, NCB, DRI અને SFIO જેવી એજન્સીઓના કાર્યાલયોમાં CCTV લગાડવાની આપી સૂચના;સાથે જ કહ્યું કે ઇન્વેસ્ટિગેશન રૂમ્સ અને લોકઅપમાં પણ ઓડિયોની સાથે લગાડો CCTV કેમેરા access_time 9:17 pm IST