Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ખૂની હુમલો કરવાના ગુનામાં આરોપીની જમીન અરજી ફગાવતી કોર્ટ

સામું જોવાના પ્રશ્ને યુવાનના બાઇકનો કારમાં પીછો કરી છરીના ઘા ઝીંકી દીધા'તા

રાજકોટ,૨: શહેરમાં માધાપર ચોકડી પાસે જાનથી મારી નાખવાના ઇરાદે યુવાન ઉપર ખૂની હુમલો કરવાના ગુનામાં આરોપીની ચાર્જશીટ બાદની જમીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ આ કામના મુળ ફરીયાદી, યશરાજ શીવરાજમાઈ માંજરીયા જામનગર રોડ ઉપર આવેલ શિવશકિત હોટલમાં રાત્રે નાસ્તો કરવા માટે આવેલ હતા અને ત્યારબાદ ત્યાંથી બહાર નીકળતી વખતે આ કામના આરોપી હાર્દિક મહેન્દ્રભાઈ પંડ્યા અને તેની સાથે રહેલી મહિલાએ ફરીયાદી સાથે એમોની સામે કેમ જોવે છે તે બાબતે ઝગડો કર્યો હતો તેમ છતા ફરીયાદી ત્યાંથી પોતાનું મોટર સાયકલ લઈ ત્યાંથી જતા રહ્યા હતા પરંતુ બંને આરોપીઓએ પોતાની કારમા ફરીયાદીનો પીછો કર્યો હતો અને માધાપર ચોકડી નજીક મોરબી રોડ ઉપર આરોપી હાર્દીક પંડયાએ ફરીયાદીના એકટીવા સાથે ભટકાડી ફરીયાદીને તેના વાહના સાથે નીચે પછાડી છરી વડે હુમલો કર્યો હતો. જે અંગે નોંધાયેલી ફરિયાદની તપાસ પૂર્ણ થયા બાદ આરોપીઓ વિરુદ્ઘ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવતા આરોપી હાદીક પંડયા દ્વારા જમીન મેળવવા માટે રાજકોટની સેસન્સ કોર્ટમાં જમીન અરજી કરવામાં આવી હતી.જે અરજી ચાલવા ઉપર આવતા કોર્ટે બંને પક્ષની રજૂઆતો અને દલીલોને ધ્યાને લઇ આરોપીની ચાર્જશીટ બાદની જમીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં સરકાર વતી સરકારી વકિલ તરૂણભાઈ માથુર તેમજ મુળ ફરીયાદી વતી રાજકોટના એડવોકટ રણજીત પટગીર, સાહિસતાબેન ખોખર, બલરામ પંડીત પ્રહલાદસિંહ ઝાલા રોકાયા હતા.

(3:47 pm IST)