Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ભાઇએ અભ્યાસ બાબતે ઠપકો આપતા કોલેજીયન યુવતી સોનલનો આપઘાતનો પ્રયાસ

ભીમરાવનગરમાં બનાવ : સોનલને લટકતી જોઇ પરિવારજનોએ તાકીદે જીવ બચાવ્યો : સારવારમાં

રાજકોટ,તા. ૨: આજીડેમ ચોકડી પાસે ભીમરાવનગરમાં રહેતી કોલેજીયન યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસેભીમરાવનગરમાં રહેતી કોલેજીયન યુવતી સોનલ ગોવિંદભાઇ ચાવડા (ઉવ. ૧૮) એ પોતાના ઘરે રૂમમાં ચુંદડી પંખા સાથે બાંધી ગળાફાંસો ખાઇ લેતા પરિવારજનો જોઇ જતા તેને તાકીદે નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. બનાવની જાણ થતા આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે. સોનલ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તે બે ભાઇ અને એક બહેનમાં નાની છે. પિતા મજૂરી કામ કરે છે. હાલમાં કોરોનાના લીધે શાળા કોલેજમાં રજા હોય આથી ેતે ઓનલાઇન અભ્યાસ કરે છે. ભાઇ ભાવેશે તેને અભ્યાસ કરવા બાબતે ઠપકો આપતા લાગી આવતા તેણીએ આ પગલુ ભર્યું હોવાનું જણાવ્યું છે.

 

(3:47 pm IST)