Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

કર્ફયુના કડક પાલન સાથે લોકોને મદદરૂપ બનતી પોલીસઃ ચેકીંગ માટે ડ્રોનનો ઉપયોગ

રાજકોટઃ કોરોનાનું સંક્રમણ અટકાવવા રાત્રી કર્ફયુનું કડક પાલન કરાવવા પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની રાહબરીમાં તમામ પોલીસ સતત કામગીરી કરી રહી છે. સાથો સાથ માનવતાના દ્રશ્યો પણ સામે આવતા રહે છે. કર્ફયુના સમયે મોડી રાતે પોરબંદરથી આવેલા મુસાફરોને પાંચ પુરૂષ અને ચાર મહિલાને ગુંદાવાડીમાં જવું હોઇ ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમે તેમના માટે પોલીસવેનની વ્યવસ્થા કરી આપી માનવતા દાખવી હતી. જ્યારે બી-ડિવીઝન પોલીસ મથકના પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ સહિતની ટીમે કર્ફયુનું પાલન કરાવવા નાઇટ પેટ્રોલીંગ કરી શેરીઓ-ગલીઓ અને અંદરના રસ્તાઓ ઉપર પણ વોચ રાખવા ડ્રોનની મદદ લીધી હતી તે તસ્વીરમાં જોઇ શકાય છે.

 

(2:53 pm IST)