Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

કુવાડવા રોડ પર ઉદ્યમસિંહ ટાઉનશીપના ફલેટમાં બી-ડીવીઝન પોલીસનો દરોડો : જુગાર રમતા ૧૦ ઝડપાયા

ફલેટ માલીક હરેશ સાંગાણી તથા નરેન્દ્ર, નંદાબેન, પૂનમબેન, દક્ષાબેન, મુકતાબેન, મમતાબેન, હર્ષાબેન, શબાનાબેન અને કુંદનબેનની ધરપકડ

રાજકોટ તા. ૨ : શહેરના કુવાડવા રોડ પર ડી-માર્ટ પાછળ ઉદ્યમસિંહ ટાઉનશીપના ફલેટમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે બી-ડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા આઠ મહિલા સહિત ૧૦ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર ડી-માર્ટની પાછળ આવેલા ઉદ્યમસિંહ ટાઉનશીપના ફલેટમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બી-ડીવીઝન પોલીસ મથકના કોન્સ. જયદીપસિંહ બોરાણા, સંજયભાઇ મિયાત્રા અને પરેશભાઇ સોઢીયાને બાતમી મળતા પી.આઇ. એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ.ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલીમભાઇ માડમ, હેડ કોન્સ. અજયભાઇ બસીયા, મનોજભાઇ મકવાણા, પરેશભાઇ સોઢીયા, સંજયભાઇ મિયાત્રા, હેમેન્દ્રભાઇ વાધીયા, જયદીપસિંહ બોરાણા, ચાપરાજભાઇ ખવડ, સીરાજભાઇ ચાનીયા, મીતેષભાઇ આડેસરા, મનોજભાઇ ગઢવી તથા ભાવેશભાઇ વાસાણી સહિતે ઉદ્યમસિંહ ટાઉનશીપના ફલેટ નં. ૭૦૪માં દરોડો પાડી જુગાર રમતા ફલેટ માલીક હરેશ અમૃતલાલભાઇ સાંગાણી, ફલેટ નં. ૭૦૧ના નરેન્દ્ર મેઘામલભાઇ ચંદ્રવાડીયા, મોરબી રોડ સ્કાય રેસીડેન્સી બ્લોક નં. ૨ના નંદાબેન સુધીરભાઇ ગાવડે, લાલપરી મફતીયાપરાના પૂનમબેન રમેશભાઇ સોલંકી, મોરબી વીશીપરાના દક્ષાબેન મનસુખભાઇ રાઠોડ, મોરબી રોડ સિલ્વર પાર્કના મુકતાબેન હસમુખભાઇ વેકરીયા, નાગેશ્વર મધુવન એપાર્ટમેન્ટના હર્ષાબેન મનોજભાઇ સોલંકી, ઉદ્યમસિંહ ટાઉનશીપના શબાનાબેન અદ્રેમાનભાઇ સિરમાણી અને કુંદનબેન હરેશભાઇ સાંગાણીને પકડી લઇ રૂ. ૨૧૯૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. પોલીસે તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

(2:53 pm IST)