Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

અભયભાઈ સાંસદ બનેલા તે સમયે નામાંકીત વકીલોએ શુભેચ્છા પાઠવેલી

રાજકોટ : ગુજરાતની  રાજયસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સિનિયર ધારાશાસ્ત્રી શ્રી અભયભાઈ ભારદ્વાજ સાંસદ તરીકે વિજેતા થતા ગુજરાત અધિવકતા પરિષદના ધારાશાસ્ત્રી ઓ એ  શ્રી અભયભાઈ ભારદ્વાજના નિવાસસ્થાને ફુલહાર, શાલ, પુસ્તક, ખેસ સાથે વિવિધતા સભર રીતે અભિવાદન કરેલ હતું. અધિવકતા પરિષદ માહેના જ એક એવા અભયભાઈ ભારદ્વાજ વિજેતા થતા સૌ ધારાશાસ્ત્રી ઓમાં ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસની લાગણી વચ્ચે શ્રી અભયભાઈ ભારદ્વાજને સન્માનિત કરેલ હતા.

આ યાદગાર પ્રસંગે રાજકોટના પૂર્વ જિલ્લા સરકારી વકીલ (DGP) ગીરીશભાઈ ભટ્ટ, રાજકોટ બાર એસોશિએશનના પૂર્વ પ્રમુખ સીનીયર ધારાશાસ્ત્રી  તુલસીદાસ ગોંડલીયા, ગુજરાત અધિવકતા પરિષદના પ્રદેશ મંત્રી જયેશ જાની, રાજકોટ લેબરલોઝ પ્રેકટીશનર એસોશિએશનના પૂર્વ પ્રમુખ અને રાજકોટના અધિવકતા પરિષદના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઇ ઠાકર, જયદેવ શુકલ, પ્રશાંત જોશી, બીપીનભાઈ ગાંધી, હિતેશ દવે, જાગૃતિબહેન દવે ડો. કિરીટ પાઠક,  એ. ડી. વ્યાસ, વિનુભાઈ વ્યાસ, શૈલેષ વ્યાસ,  સુરેશ સાવલિયા, કૌશિક ટાંક, પી. સી. ત્રિવેદી, ગાર્ગી ઠાકર-જોષી, હસુભાઈ ગોહેલ, વિજય વ્યાસ સહિતના અગ્રણી ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહેલ હતા.

(2:54 pm IST)