Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

વિદેશી દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર સંજય પકડાયો

રાજકોટ તા.ર : સામાકાંઠા વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર શખ્સને ગાંધીગ્રામ પોલીસે પકડી લીધો હતો.

મળીત વિગતો મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર.એસ.પટેલ, હેડ કોન્સ. ખોડુભા જાડેજા, કોન્સ. બ્રીજરાજસિંહ ઝાલા, વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ તથા દિગ્વીજયસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે પોકેટકોપ એપની મદદથી બી ડીવીઝન પોલીસ મથકમાં પકડાયેલા વિદેશી દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર સંજય રાણાભાઇ વરૂ (ઉ.વ.ર૭) (રહે . મનહરપુર-ર આજી નદી - ર પાસે)ને પકડી લીધો હતો.

(2:56 pm IST)