Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ગાંધીગ્રામમાં ગાળો બોલવાની ના પાડતાં સદામે પાણકો માર્યો

ખુશીબેન સોૈહરવદીને ઇજા થતાં સારવાર લેવી પડી

રાજકોટ તા. ૨: ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં ખુશીબેન સમીરભાઇ સોૈહરવદી (ઉ.વ.૨૪) સાંજે સાડા આઠેક વાગ્યે દહીં લઇને દૂકાનેથી ઘર તરફ આવ્યા ત્યારે ઘર નજીક સદામ નામનો શખ્સ ગાળો બોલતો હોઇ તેને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ વધુ ગાળો બોલી પાણાનો ઘા કરતાં ખુશીબેનને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતાં.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. સમીરભાઇના કહેવા મુજબ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આવી હતી. પરંતુ સદામ કવાર્ટરમાં જ કયાંક સંતાઇ ગયો હતો.

(12:59 pm IST)