Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

કાયદાનું પાયાનું જ્ઞાન દેનાર અભયભાઇની વસમી વિદાય અસહ્યઃ ગોકાણી

રાજકોટ :.. પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજના નિધનથી અનેક વકીલોએ માર્ગદર્શક ગુમાવ્યા છે. ત્યારે ગુજસીકોટ કાયદાના રાજકોટ ક્ષેત્રના સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તુષાર ગોકાણી કાયદાની ગળથુથી દેનાર પૂ. અભયભાઇની વસમી વિદાય અસહ્ય છે.

તુષાર ગોકાણીએ જણાવ્યુ છે કે નામ જેવા જ ગુણ ધરાવતા અમારા પરિવારના મોભી પથદર્શક અને પિતાતૃલ્ય ગુરૂ અભયભાઇની અણધારી વિદાયના આઘાતમાંથી બહાર આવવુ મારા માટે કપરુ છે છેલ્લા બે દાયકામાં લગભગ દીવસમાં એકાદ વખત વાતનાં પ્રસંગ બને કાયદા ઉપરાંત રજકીય, સામાજીક, અંગત પારિવાતક વાતને પોઝીટીવ અભિગમન કેવી રીતે જોવી તેની નવી દ્રષ્ટી પૂ. અભયભાઇ આપતા, કાયદા ત્યારે કોઇ જજમેન્ટની ચર્ચાના અંતે કહેતા અભયભાઇ કહેતા કે 'બેટા' તુ આ જજમેન્ટને આ દ્રષ્ટિકોણથી વાંચ રપ૦ થી વધુ વકીલોની તૈયાર કરનાર  અભયભાઇ એક અનોખી યુનિવર્સિટી કહી શકાય.

(11:30 am IST)