Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

ચૂંટણી કાર્યાલયમાં અભયભાઈ આખો દિવસ કાર્યરત રહેલા

રાજકોટ : લોકસભાની ૨૦૧૯ ચૂંટણીમાં સૌરાષ્ટ્ર ઝોન ભાજપ ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં કંટ્રોલ રૂમ માં સૌરાષ્ટ્ર ના જાણીતા એડવોકેટ અભયભાઈ ભારદ્વાજ, પ્રો.કમલેશ જોશીપુરા; કિરીટપાઠક, હિતેશ દવે, હરેશ જોશી, નલહરિ, ચેતન રાવલ આખો દિવસ કાર્યરત રહ્યા હતા. ૧૯૮૯ થી આજ દિન સુધી લોકસભાની ૯ ચૂંટણી/વિધાનસભાની ૭ ચૂંટણી/રાજકોટ મહાનગરપાલિકા ની ચુંટણીઓ માં મતદાનના દિવસે  છેલ્લા ત્રણ દાયકાથી મતદાન ના દિવસે ભાજપ ના ચૂંટણી કાર્યાલય માં  જેમનું માર્ગદર્શન અને નેતૃત્વ  પ્રાપ્ત થતું હતું એવા સૌરાષ્ટ્ર ના પ્રથમ હરોળ ના ધારાશાસ્ત્રી  અને સાંસદ  અને અમારા કાયમી માર્ગદર્શક અભયભાઈ ભારદ્વાજનું ચેન્નાઇ ખાતે દુઃખદ અવસાન થતાં  મેં  વ્યકિતગત  એક વડીલ ગુમાવ્યા છે અને ત્રણ દાયકા સુધી   સુધીનો સાથ કાયમી સ્મૃતિ માં જ રહેશે.

(11:29 am IST)
  • ' સુબહકા ભુલા હુવા શામકો વાપસ આયે તો ભૂલા નહીં કહલાતા ' : પશ્ચિમ બંગાળના તૃણમૂલ પાર્ટીના મિનિસ્ટર શુભેન્દુ અધિકારીના મનામણાં : મંત્રીપદેથી રાજીનામુ આપી દીધું હતું : ભાજપમાં જોડાઈ જવાની શક્યતા હતી : પાર્ટીના વરિષ્ટ આગેવાન અભિષેક બેનરજી તથા ચૂંટણી ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોરે તમામ મુદ્દે સમાધાન કરાવી દેવાની ખાતરી આપી access_time 12:11 pm IST

  • રાજકોટમાં ડુપ્લીકેટ નોટ છાપવાના મશીન સાથે સાગર ઝડપાયોઃ રૈયા રોડ પાસે શાંતિનિકેતન પાર્ક સોસાયટીમાં સદગુરૂ કોમ્પલેક્ષમાં બી વિંગમાં અત્યારે સાગર નામનો માણસ ડુપ્લીકેટ નોટ છાપવાના મશીન સાથે પકડાયો છેઃ ઍસ.ઓ.જી પોલીસ સ્થળ પર પહોંચી ગઇ છે access_time 4:57 pm IST

  • મધ્ય પ્રદેશમાં વારંવાર બીમારી સબબ રજા ઉપર ઉતરી જતા સરકારી કર્મચારીઓને ઘરભેગા કરી દેવાશે : કોન્ફિડેન્શિઅલ રિપોર્ટ તથા કામગીરી ,વર્તન , બીમારી , સહિતના મંગાવાઈ રહેલા ડેટા : શિવરાજ સરકાર આકરા પાણીએ : અંદરખાને સરકારી તિજોરી ઉપર વધી રહેલા બોજનું કારણ હોવાની ચર્ચા access_time 6:03 pm IST