Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020

રાજકોટને ૨૦ કરોડની ગ્રાન્ટ ફાળવતી રાજય સરકાર

મ્યુ. ફાયનાન્સ બોર્ડના માધ્યમથી કેન્દ્રીય નાણાપંચની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો અપાયો : ચેરમેન ધનસુખ ભંડેરી

રાજકોટ : કેન્દ્રીય નાણાપંચ દ્વારા ૧૫માં નાણાપંચની જોગવાઈ અનુસાર રાજયના ૪ મહાનગરોને ફાળવાયેલ ગ્રાન્ટનો પ્રથમ હપ્તો મ્યુ. ફાયનાન્સ બોર્ડ દ્વારા આપી દેવાયો છે. અમદાવાદને ૯૧, સુરતને ૬૫, વડોદરાને ૨૬ અને રાજકોટને ૨૦ કરોડ આ પ્રકારે ગ્રાન્ટનો પ્રથમ હપ્તો આપી દેવાયો છે. હજુ ત્રણ હપ્તા આ પ્રકારે વખતો વખત મંજૂર થયે તાત્કાલીક ફાળવી દેવાશે તેમ ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યુ છે.
 

(11:52 am IST)