Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

થોરાળા વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનેલી પીડીતાને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પ લાખ આપો

બેટી બચાવોના સુત્રો પોકળ : બળાત્કારીને કડક સજા જરૂરી : કોંગ્રેસના ગજેન્દ્રસિંહ-હિતાક્ષીબેનની માંગ

રાજકોટ તા. ર : શહેર સીનીયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા શહેર કોંગ્રેસ સમિતિના વોર્ડ નં. ૧૦ના મહિલા પ્રમુખ હિતાક્ષીબેન વાડોદરીયા નારી સુરક્ષા સમિતિના સરલાબેન પાટડીયાની સંયુકત યાદી મુજબ ભાજપના રાજયમાં મહિલાઓ અને દિકરીઓની આબરૂ સલામત નથી રાજયમાં સુરતમાં દુષ્કર્મ, વડોદરામાં સગીરા પર  સામુહિક દુષ્કર્મ રાજકોટમાં ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ જુનાગઢમાં દુષ્કર્મ સહિતની ઘટનાઓથી સરકાર અને પોલીસનું નાક કપાયું છે અને રાજકોટમાં અગાઉ થોરાળા પોલીસ મથકમાં ૩ વર્ષની બાળા પર દુષ્કર્મની ઘટના બાદ હત્યા કરાઇ હતી પુનઃ આજ પોલીસ મથક હેઠળ ૮ વર્ષની બાળા પર દુષ્કર્મ આઘાતજનક ઘટના બની છે અને આ અંગે આરોપીને દાખલારૂપ સજા થવી ઘટે.

રાજયભરમાં બેટી બચાવો, બેટી પઢાઓનાં સુત્રો પોકળ સાબિત થયા છે. રાજયમાં બળાત્કાર અને ગેંગ રેપની ઘટનામાં કુદકે ને ભુસકે વધારો થયો છે. રાજયમાં છેલ્લા ૪૮ કલાકમાં સુરત, રાજકોટ અને વડોદરામાં રેપ-ગેંગરેપની ઉપરા છાપરી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. સરકારનાં સલામતીના બણગાં પોકળ સાબીત થયા છે.  ત્યારે પીડીતાના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પ લાખની સહાય ચુકવવી જોઇએ.

(3:59 pm IST)