Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

કલેકટર કચેરીમાં મોડલ સેવા કેન્દ્ર ઉભુ કરવા કવાયત શરૂ : પુરવઠાની બંને ઝોનલ કચેરી ખસેડાશે

ર૬ ડીસેમ્બરે જૂની કલેકટર કચેરીમાં જનસેવા કેન્દ્ર અંગે ખાતમુર્હુત :કેન્દ્રો અંગે ૬પ લાખની ગ્રાંટ મંજૂર : કુલ ૧૪૪ પ્રકારની સેવા રહેશે

રાજકોટ, તા. ર : રાજકોટ કલેકટર કચેરી અને તમામ મામલતદાર કચેરીમાં ગાંધીનગર ટાઇપના મોડલ જનસેવા કેન્દ્રો શરૂ કરવા અંગે કવાયત શરૂ થઇ છે.

એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાના જણાવ્યા મુજબ કલેકટર કચેરીમાં મોડલ લેવા કેન્દ્ર શરૂ કરવા સંદર્ભે પુરવઠાની ઝોનલ-૧ અને ર બંને કચેરી ખસેડાશે.

જનસેવા કેન્દ્ર સબ રજીસ્ટ્રાર કચેરી પશ્ચિમ-દક્ષિણની સાથે કરવાના હતા, પરંતુ નહીં થાય, તેના માટે અલગ દરખાસ્ત મોકલાઇ છે અને ર૬ ડીસેમ્બરે તેનું ખાતમુર્હુત કરી લેવાશે. આ માટે ૬પ લાખની ગ્રાંટ પણ મંજૂર કરી લેવાઇ છે.

દરમિયાન પૂર્વ અને રાજકોટ ગ્રામ્ય મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રો જૂની કલેકટર કચેરીમાં જ ઉભા થશે, તેમાં રેકર્ડ રૂમ, કાઉન્ટર, ટોકન સિસ્ટમ, તમામમાં ટીવી અને એસી, અને ૭/૧ર, ૮/અ, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ સહિત તમામ ૧૪૪ સેવા આ કેન્દ્રોમાંથી મળશે. બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરીયા પણ ઉભો કરાશે.

(3:35 pm IST)