Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

પોતાને નેતા તરીકે ઓળખાવતાં અશોક સિંધવનું માલવણના ૬૬ હજારના દારૂમાં પણ નામ ખુલ્યું

ભકિતનગર પોલીસે વિદેશી દારૂ સાથે પકડી લીધેલો મહાત્મા ગાંધી સોસાયટીનો શખ્સ જેલહવાલે થયોઃ હવે સુરેન્દ્રનગર પોલીસના ગુનામાં કબ્જો મેળવાશે

રાજકોટ તા. ૨: ભકિતનગર પોલીસે જંગલેશ્વર મહાત્મા ગાંધી સોસાયટી-૩માં રહેતાં ફિરોઝ ઉર્ફ આંબે ઇસ્માઇલભાઇ સપા (ઉ.૪૦) તથા મહાત્મા ગાંધી-૧માં રહેતાં અશોક ગોવિંદભાઇ સિંધવ (ઉ.૩૯)ને રૂ. ૭ હજારના વિદેશી દારૂ સાથે પકડી લેીધા હતાં. જેમાં અશોકના રિમાન્ડ નામંજુર થતાં તેને કોર્ટ દ્વારા જેલહવાલે કરવા હુકમ થયો હતો. આ શખ્સ વિરૂધ્ધ માલવણ ગામમાં પણ ૬૬ હજારના દારૂનો કેસ હોઇ તેમાં નામ ખુલ્યું હોઇ હવે સુરેન્દ્રનગર પોલીસ આ ગુનામાં તેનો કબ્જો સંભાળશે.

ભકિતનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઇ મકવાણાની બાતમી પરથી પરમેશ્વર સોસાયટી આહિર ચોક પાસેથી એકસેસ નં. જીજે૦૩ડીએલ-૭૧૨૮માં દારૂની બોટલો સાથે પકડી તેની પુછતાછ કરતાં તે અશોકના ઘરેથી લાવ્યાનું કબુલતાં અશોકને પણ બોટલો સાથે પકડી લેવાયો હતો. પી.આઇ. વી. કે. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા સહિતે આ કામગીરી કરી હતી. અગાઉ અશોક સિંધવ મારામારી, તોડફોડ, અપહરણ, દારૂ, ધમકી સહિતના ૭ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. પોતાને નેતા ગણાવતો આ શખ્સ માલવણ પોલીસ મથકના ૬૬ હજારના ગુનામાં પણ સામેલ હોવાનું ખુલતાં હવે સુરેન્દ્રનગર પોલીસ કબ્જો મેળવશે. આ શખ્સને રાજકોટ પોલીસે કોર્ટમાં રજૂ કરતાં પોલીસે માર માર્યોની ફરિયાદ કરી હતી.

(11:45 am IST)