Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

પુનિતનગરમાંથી ગૂમ થયેલા ૧૧ વર્ષના ટેણીયાને કલાકોમાં તાલુકા પોલીસે શોધી કાઢ્યો

રાજકોટઃ ગોંડલ રોડ પુનિતનગર-૯ બ્લોક નં. ૧૮માં રહેતાં મુકુંદભાઇ શામજીભાલ બદરકીયાનો દિકરા જીતેનભાઇનો ૧૧ વર્ષનો દિકરો ગઇકાલે સવારે સાડા નવેક વાગ્યે ઘરમાંથી રમવા નીકળ્યા બાદ ગાયબ થઇ જતાં  પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ગેડમ, એસીપી સરવૈયાની રાહબરીમાં પી.આઇ. વી. એસ. વણઝારાની સુચનાથી પીએસઆઇ એમ. ટી. રબારી, દિપકભાઇ રાઠોડ, પીએસઆઇ ડામોર, ટી. ડી. ચુડાસમા સહિતે ટીમો બનાવી તપાસનો ધમધમાટ કરતાં બાગ બગીચાઓ, શાળાઓ તથા અન્ય સ્થળોએ તપાસ કરી હતી. જેમાં આ ટેણીયો પુનિતનગર નજીક પાણીના ટાંકા પાસેથી હેમખેમ મળી આવતાં વાલીને સુપરત કરાયો હતો.

(11:39 am IST)