Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

સ્કૂલ-કોલેજના ૧૦૦ મિટરના એરિયામાં તમાકુનું વેંચાણ કરતાં વેપારીઓ સામે તાલુકા પોલીસની ધોંસ

રાજકોટઃ શહેરમાં તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં આવેલી શાળા-કોલેજોના ૧૦૦ મીટરના એરિયામાં તમાકુ, ગુટખા વેંચતા વેપારીઓ સામે પી.આઇ. વી.એસ. વણઝારા, પીએસઆઇ એન. કે. રાજપુરોહિત, કોન્સ. રાજેન્દ્રસિંહ, જયદિપસિંહ સહિતની ટીમે ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં કણકોટ એન્જિનીયરીંગ કોલેજ પાસે, ધોળકીયા સ્કૂલ પાસે, ક્રિષ્ના પ્રાઇમરી સ્કૂલ પાસે, જ્ઞાન સરોવર વિદ્યામંદિર પાસે, મહાત્મા ગાંધી સ્કૂલ પાસે, પાઠક સ્કૂલ પાસે આવેલી પાનની દૂકાનો-કેબીનોમાં તપાસ કરતાં તમાકુ તથા તમાકુની બનાવટવાળી ચીજવસ્તુઓ મળી આવતાં એનસી કેસની ધોરણસરની કાર્યવાહી કરી તમામને કડક સુચના આપવામાં આવી હતી. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ગેડમની રાહબરીમાં આ કાર્યવાહી થઇ હતી.

(11:39 am IST)