Gujarati News

Gujarati News

News of Sunday, 2nd December 2018

નાકરાવાડી પ્લાન્ટમાં એંગલ માથે પડતાં ઘવાયેલા યુવાને સાંજે દમ તોડ્યો

રાજકોટઃ શહેરની ભાગોડે નાકરાવાડી ગામમાં રહેતો શૈલેષભાઇ (કાળુભાઇ) વાઘજીભાઇ બહુકીયા (ઉ.૩૫) નામનો કોળી યુવાન ગઇકાલે નાકરાવાડીમાં નવા બની રહેલા ગાર્બેજ પ્લાન્ટ ખાતે કચરો વીણવા ગયેલી પોતાની પત્નિને બોલાવવા ગયો ત્યારે ઘન કચરો નિકાલ કરવાના પ્લાન્ટમાં જતાં ત્યાં જેસીબીથી કામ ચાલતું હોઇ જેસીબીનો આગળનો ભાગ ઉપર શેડના પતરામાં અથડાતાં ઉપરથી લોખંડનો મોટો પાઇપ અકસ્માતે માથે પડતાં શૈલષભાઇને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. તેનું શનિવારે સાંજે પોણા છ વાગ્યે મોત નિપજતાં પરિવામાં શોક છવાઇ ગયો હતો. કુવાડવાના હેડકોન્સ. હમીરભાઇ સબાડે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:38 am IST)