Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

૩ હજાર છાત્રોએ માનવ સાંકળ રચી બનાવી 'રેડ રીબન'

રાજકોટ : ૧ ડીસેમ્બરના વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી નિમિતે વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે એઇડ્સ પ્રિવેન્સન કલબ અને આત્મીય કોલેજના સથવારે કોલેજ મેદાનમાં ૩ હજાર છાત્રોએ માનવ સાંકળ રચી 'રેડ રિબન'નું નિર્માણ કર્યુ હતુ. આ કાર્યક્રમમાં પૂ. ત્યાગ વલ્લભસ્વામી, સંસ્થાના ચેરમેન અરૂણ દવે, પ્રોજેકટ ચેરમેન વિશાલ કમાણી, શિક્ષણ નિરીક્ષક પિયુષ હિંડોચા, શહેર આચાર્ય સંઘના પ્રમુખ સંજય પંડયા, આત્મીય શૈ.સંકુલના ડો. જે. એન. શાહ, ડો. જી. ડી. આચાર્ય, ડો. એચ. એમ. ટાંક, ડો. હરેશ બાપટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંચાલન વ્યવસ્થા દિવ્યાંગ તિવારીએ સંભાળી હતી. એઇડ્સ પ્રિવેન્સન કલબની અપીલથી સૌરાષ્ટ્રભરની વિવિધ શાળાઓએ પણ પોત પોતાની રીતે આવા કાર્યક્રમો ગોઠવ્યા હતા. દરેક છાત્રોને એઇડ્સની માહીતીની પત્રીકાનું વિતરણ કરાયુ હતુ.

(5:09 pm IST)