Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

એનીમલ ક્રુઅલ્ટીના કેસમાં પકડાયેલ આરોપીને ૩ વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ તા. ર :.. અહીંના રૈયા ચોકડી પાસે પશુપણા પ્રત્યે ઘાતકી કૃત્ય કરવા અંગે આઇ. પી. સી. ૪ર૯ તથા એનીમલ કુઅલ્ટી એકટની કલમ ૧૧ (એલ) તથા ગુજરાત એનીમલ એકટની કલમ ૩-૪ હેઠળ આરોપી દિલીપ વશરામ પરમારને જયુ. મેજી. શ્રી બી. આર. રાજપૂતે ત્રણ વર્ષની સજા ફટકારી હતી.

આ બનાવની વિગત એવી છે કે, અહીંના રૈયા ચોકડી પાસે આરોપીએ તેના રહેણાંક મકાનમાં તા. ૧પ-પ-૧૪ ના રોજ મેલડી માતાજીના મંદિરમાં બોકડાની બલી આપવા ધાર્મિક ક્રિયાના નામે અબોલ પશુની મારી નાખતાં પોલીસે ઉપરોકત આરોપસરનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.

આ કેસ ચાલતાં સરકારી વકીલ અતુલ પટેલે રજૂઆત કરેલ કે, આરોપી સામે એનીમલ કુઅલ્ટીનો ગંભીર ગુનો છે. કેસની હકિકતો ધ્યાને લેતા આરોપી સામેનો કેસ પુરવાર થતો હોય સજા કરવી જોઇએ.

ઉપરોકત રજૂઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને જયુ. મેજી. બી. આર. રાજપૂતે આરોપી દિલીપ વશરામ પરમારને ત્રણ વર્ષની સજા ફટકારી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ. પી. પી. શ્રી અતુલ પટેલ રોકાયા હતાં.

(5:08 pm IST)