Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

દાઉદી વ્હોરા સમાજ દ્વારા ડો. સૈયદના સાહેબની ઉપસ્થિતીમાં મુંબઇમાં ઇદે મિલાદુન્નબીનું ભવ્ય ઝુલુસ

રાજકોટ : વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝહોલીનેશ ડો. સૈયદના મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) ની ઉપસ્થિતીમાં ભીંડી બજાર મુંબઇ ખાતે ઇદે મિલાદુન્નબીનું એક શાનદાર જુલુસ નીકળ્યુ હતુ. ગામે ગામની બેન્ડ પાર્ટીઓએ મુંબઇમાં સુરાવલીઓ રેલાવી વાતાવરણ ઉત્સવમય બનાવી દીધુ હતુ. મુંબઇના દાઉદી વ્હોરા સમાજના હજારો લોકો આ ઝુલુસમાં ઉમટી પડયા હતા. બધા શહેજાદા  અને કસરે ચાલીના સાહેબો પણ સામેલ થયા હતા. તેમ શેખ યુસુફભાઇ જોહર કાર્ડસવાળા (મો.૯૪૨૮૮ ૯૪૭૫૨) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૩)

 

(5:07 pm IST)