Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

રૂ. એક લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને ૧ લાખનો દંડ અને ૧ વર્ષની સજા

રાજકોટ, તા., ર : રૂ. ૧,૦૦,૦૦૦ના ચેક રીટર્નના કેસના ગુન્હામાં આરોપી ૧ વર્ષની જેલ સજા તેમજ રૂ.૧,૦૦,૦૦૦ નો દંડ કોર્ટ ફટકારી આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની જેલ સજાનો હુકમ કર્યો હતો.

ફરીયાદની ટુંક વિગત એવી છે કે આ કામના ફરીયાદી દિલીપભાઇ જમનાદાસ મોદી રહે. શ્રી કૃષ્ણ કુંજ, કબા ગાંધીની શેરી, કડીયા નવલાઇન શેરી નં. ૮, ધર્મેન્દ્ર રોડ, રાજકોટવાળા તથા આરોપી ગૌરાંગભાઇ કમલેશભાઇ મણીયાર રહે. સંતોષ સાડીની સામે, કોઠારીયા નાકા, રાજકોટવાળા બંન્ને મિત્ર થતા હોય તેથી આરોપીને અંગત નાણાકીય જરૂરીયાત ઉપસ્થિત થતા તેઓએ ફરીયાદી પાસે ઓમનાથ ઉછીના નાણાની માંગણી કરતા ફરીયાદીએ આરોપીને મિત્રતા તથા ધંધાકીય સંબંધના દાવે તેઓને રૂ. ૧૦૦,૦૦૦ હાથ ઉછીના આપેલ હતા. આથી ફરીયાદીએ આરોપી પાસે સદર રકમની માંગણી કરતા આરોપીએ રાજકોટ નાગરીક સહકારી બેંક લી.રાજકોટ શાખાનો ચેક આપેલ. જે પરત ફર્યો હતો.

ત્યાર બાદ સદરહું કેસ ચાલવા પર આવેલ અને દલીલમાં ફરીયાદીના વકીલશ્રી અલ્પેશ પોકીયા દ્વારા આરોપીને ચેક રીટર્ન કેસમાં રાહત મળી શકે નહી અને કાયદાકીય જોગવાઇઓ મુજબ આરોપીએ કરેલ ગંભીર ગુન્હા સંબંધે સખ્તમાં સખ્ત સજા થવી જોઇએ તેવી દલીલો કરીને તે સબંધેના વડી અદાલતોના ચુકાદાઓ રજુ રાખેલ હતા. જે દલીલો માન્ય રાખી આરોપી સ્ત્રી ગૌરાંગભાઇ કમલેશભાઇ મણીયારને તેમણે કરેલ ગંભીર ગુન્હા બદલ અદાલતે નેગો. ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ગુના સબબ તકસીરવાન ઠેરવી ૧ વર્ષની સાદી કેદની સજા અને રૂ. ૧,૦૦,૦૦૦ દંડ ભરવાનો હુકમ કરેલ અને દંડની રકમ ન ભરે તો વધુ ૩ માસની સાદી જેલ સજા કરવાનો હુકમ કરેલ એડી. ચીફ જયુ. કોર્ટએ ફરીયાદીની તરફેણમાં ફરમાવેલ હતો.

આ કામના ફરીયાદી દીલીપભાઇ જમનાદાસ મોદી તરફે પી એન્ડ આર લો ચેમ્બરના ધારાશાસ્ત્રી અલ્પેશ વી. પોકીયા, વંદના એચ.રાજયગુરૂ, ભાર્ગવ પંડયા, કેતન જે.સાવલીયા, અમીત વી.ગડારા, રીતેશ ટોપીયા, મોહીત રવીયા વીગેરે રોકાયા હતા. (૪.૧૩)

 

(4:47 pm IST)