Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

સીંગતેલમાં તેજીઃ ૧૦ રૂ. વધ્યા

નવા ટીનના ભાવ વધીને ૧પ૬૦ થી ૧પ૯૦ રૂ. થયાઃ કપાસીયા તેલના ભાવમાં પણ ઉછાળો

રાજકોટ, તા., ૨: સીંગતેલમાં ખાનાર વર્ગની ઘરાકી નિકળતા ડબ્બે ૧૦ રૂપીયાનો વધારો થયો હતો.

સ્થાનીક બજારમાં સીંગતેલમાં ઘરાકીના કારણે તેજી જોવા મળી હતી. સીંગતેલ લુઝ (૧૦ કિે.ગ્રા.)નો ભાવ ૮૭પ રૂ. હતા તે વધીને ૮૮પ રૂ. થયા હતા. સીંગતેલ નવા ટીન (૧પ કિલો)ના ભાવ ૧પપ૦ થી ૧પ૮૦ હતા તે વધીને ૧પ૬૦ થી ૧પ૯૦ રૂ. થયા હતા.

સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ પ રૂપીયાનો વધારો થયો હતો. કપાસીયા ટીનના ભાવ વધીને ૧૧૩પ થી વધીને ૧૧૬પ રૂ. થયા છે. (૪.૧૪)

 

(4:47 pm IST)