Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

આઇ.પી.એલ.ના ક્રિકેટ મેચમાં સટ્ટો રમતા પકડાયેલ છ શખ્સોને ર વર્ષની સજા

રાજકોટ તા.ર : અત્રે સને-ર૦૧૪માં યોજાયેલ ચેન્નાઇ વિરૂધ્ધ હૈદ્રાબાદની આઇપીએલ ટી-ર૦ ક્રિકેટ મેચમાં સટ્ટો રમી જુગાર રમવા અંગે પકડાયેલા છ આરોપીઓને અધિક ચીફ જયુ.મેજી. શ્રી બી.આર.રાજપુતે બે-બે વર્ષની સજા ફટકારી હતી.

જેઓને સજા કરવામાં આવી છે તેમાં ગાંધીગ્રામ વિસ્તારના કિશોર મુળુભાઇ વાળા, હિતેષ રાણાભાઇ ડાંગર, રઘુ ઇશ્વર સુરૂ, શનિ પ્રવિણભાઇ, સંજય અરવિંદભાઇ સોઢા તથા દેવેન્દ્ર અનંતરાય ઉપાધ્યાયનો સમાવેશ થાય છે.

આ અંગેની વિગત એવી છે કે તા.ર૭-૪-૧૪ના રોજ પોલીસે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી જુગાર રમતા ઉપરોકત આરોપીઓને પકડી પાડયા હતા.

આ બનાવ અંગે પોલીસે જુગાર ધારાની કલમ ૪-પ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરી હતી.

આ કેસ ચાલી જતા રાજકોટના અધિક ચીફ જયુ.મેજી.શ્રી રાજપુતે આરોપીઓને બે વર્ષની સજા અને રૂ.ર૦૦૦નો દંડ ફટકાર્યો હતો. આરોપીઓ જો દંડની રકમ ન ભરે તો વધુ બે માસની સજાનો કોર્ટે હુકમ કર્યો હતો. આ કામમાં સરકાર પક્ષે એપીપી શ્રી અતુલ પટેલ રોકાયા હતા. (૩-૧૫)

 

(4:46 pm IST)