Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

૧૦૦૦ મીણબતીની રેડ રીબીન

અત્રે પી.ડી.માલવીયા કોલેજ ખાતે આવેલ પંચશીલ સ્કુલમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ એઇડ્સ પ્રિવેન્સ કલબ દ્વારા વિશ્વ એઇડ્સ દિને ધોરણ ૧ થી ૪ ના વિદ્યાર્થીઓ દ્વારા રાઇટ ટુ હેલ્થ નિર્માણ કરીને ૧૦૦૦ કેન્ડલ લાઇટની મદદથી એઇડ્સ નિયંત્રણ દિવ જયોતિની ઝળહળતી રેડ રિબીન નિર્માણ કરી હતી. અમોને એચ.આઇ.વી. ફી વર્લ્ડ આપો તેવો સુર નાના બાળકોએ વ્યકત કર્યો હતો. આ પ્રસંગે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ડી.કે. વાડોદરીયા સ્કુલ મેનેજર યોગીરાજસિંહ તથા હેડ મયુરસિંહ જાડેજા, હિંમતભાઇ ગોંડલીયા, ભાવનાબેન કડેચા, કોમલબેન જાદવાણી ત્રિગુણાબેન ઝાલરીયા, એઇડ્સ કલબ ચેરમેન અરૂણ દવે, વિશાલ કમાણી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં પંચશીલ સ્કુલના સમગ્ર સ્ટાફે ઝહેમત ઉઠાવી હતી.

 

 

(4:40 pm IST)