Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

આઇ. ઇ. ટી. ઇ. અમદાવાદ સેન્ટર દ્વારા ડો. ભાવિન સેદાણીનું બહુમાન

રાજકોટઃ મૂળ રાજકોટના અને હાલમાં અમદાવાદની એલ.ડી. કોલેજના ઇ.સી. ડિપાર્ટમેન્ટના પ્રોફેસોર ડો. ભાવિન સેદાણીનું ઇન્સ્ટીટયૂશન ઓફ ઇલકેનિક એન્ડ ટેલિકોમ્પ્યુનિકેશન (આઇ.ઇ.ટી.ઇ.) અમદાવાદ સેન્ટર ૬૪માં આઇ.ઇ.ટી.ઇ. ફાઉન્ડેશન ડે ના દિવસે ઇસરોના ડેપ્યુટી ડાઇરેકટર ડો. રાજકુમારના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. સાથે બે સાયન્ટીસ્ટ સુધીર રાવલ તથા સી.એન. જોષીનું પણ સન્માન થયેલ. શરૂઆતમાં આઇ.આઇ.ટી. બોમ્બેના ડો. સુર્યા દુર્ભાએ બિગ ડેટા વિષય પર એકસપર્ટ લેકચર આપેલ હતું. કાર્યક્રમમાં ઇસરોના સાયન્ટિસ્ટ આર. એન. ગાયકવાડ, આઇ.ઇ.ટી.ઇ. અમદાવાદના ચેરમેન વી. કે. જૈન, સેક્રેટરી વી. કે. મકવાણાની હાજરીમાં ઇસરોના ડેપ્યુટી ડાઇરેકટ ડો. રાજકુમારના હસ્તે ડો. ભાવિન સેદાણી મો. ૯૯રપ૦ ૪૧૪૧૮ નું બહુમાન કરવામાં આવ્યું હતું. તે સમયની તસ્વીરો નજરે પડે છે.

 

(5:19 pm IST)