Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

સિવિલ હોસ્પિટલના પ્રવેશ દ્વારે જ મસમોટા ખાડાઃ મચ્છરોનું ઉત્પાદન કરતી પાણીની કુંડીનું રિપેરીંગ તબિબી છાત્રોએ સ્વખર્ચે કરવું પડ્યું!

હોસ્પિટલના સત્તાધીશોને એક મહિનો રજૂઆત કરી પણ કોઇ કાર્યવાહ ન થઇઃ હવે ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવીઃ કોઇના હાડકા ભાંગે એ પહેલા રસ્તો રિપેર કરવા માંગણી

રાજકોટઃ સિવિલ હોસ્પિટલ ચોક પાસે ૬ મહિના થી  ચાલી રહેલા ઓવરબ્રીજ કામ ના પગલે પીડીયુ મેડિકલ કોલેજનો કાયમી પ્રવેશ દ્વાર બંધ કરવામાં આવેલ છે. તેની અવેજીમાં કે ટી ચિલ્ડ્રન હોસ્પિટલની સામે હંગામી ધોરણે શરૂ કરવામાં આવેલ પ્રવેશ દ્વાર સાવ કફોડી હાલતમાં છે, એને સિવિલનો પ્રવેશ દ્વાર કહેવો કે અકસ્માતનો એ વિચાર કરવો પડે એમ છે. આ રસ્તો રિપેર કરવા અંગેલગભગ એક મહિનાથી શાંતિ પૂર્વક રજૂઆત JDA  (જુનીયર ડોકટર એસો.) દ્વારા સિવિલના તંત્રને કરવામાં આવ છે. અંતે હવે જેડીયુએ ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી. લાંબા સમયથી રજૂઆતનો પણ નિવેડો ન આવતાં ખુલ્લી ગટર કે જે મચ્છરોનું ઉત્પાદન કેન્દ્ર બની ગઇ હત તેના પર ઢાંકણું ફીટ કરાવવાનું કામ તબિબ વિદ્યાર્થ યુનયને સ્વખર્ચે કર્યુ હતું. જે કામ હોસ્પિટલના તંત્રવાહકોને કરવાનું હતું એ કામ વિદ્યાર્થી યુનિયન દ્વારા આજ રોજ સ્વખર્ચે કરાવવામાં આવ્યું તે બાબત સરકારી તંત્ર માટે શરમજનક બાબત છે. હજી ખાડા વાળા રોડનો પ્રશ્ન તો પડતર જ છે, આ તહેવારના દિવસોમાં ખાડાને કારણે અકસ્માત ન થાય તે માટે તંત્રવાહકો આંખ ઉઘાડી સત્વરે રસ્તાને વાહન હંકારવા લાયક બનાવે તેવી જુનિયર ડોકટર એસોસિએશનની માંગણી છે. તસ્વીરમાં ખાડાખબડા વાળો પ્રવેશદ્વાર અને પહેલા ખુલ્લી કુંડી હતી તે તથા રિપેર થયા પછીની કુંડી જોઇ શકાય છે.

(4:37 pm IST)