Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

પંચાયતના વિસ્તરણ અધિકારીઓને ખાતાકીય પરીક્ષા પાસ કરવાની શરતે ઉચ્ચ પગાર ધોરણનો લાભ

તા. ૧ જાન્યુઆરી ર૦૧૬થી ૬ માર્ચ ર૦૧૯ સુધીમાં નિવૃત થયેલા કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુકિતઃ સરકારનો મહત્વનો પરિપત્ર

રાજકોટ તા. ર :.. પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વિસ્તરણ અધિકારી (પંચાયત) સંવર્ગમાં મળવાપાત્ર પ્રથમ-દ્વિતીય પગાર ધોરણ અંગે હુકમ કર્યો છે. આજે તા. ર નવેમ્બરે વિભાગના નાયબ સચિવ એચ. કે. ગોહીલની સહીથી પરિપત્ર  પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા. ૬-૩-ર૦૧૯ ના જાહેરનામાંથી વિસ્તરણ અધિકારી (પંચાયત) ના ખાતાકીય પરીક્ષાના નિયમોમાં સુધારો કરેલ છે. જે ધ્યાને લેતા તા. ૧-૧-ર૦૧૬ થી તા. ૬-૩-ર૦૧૯ ના સમયગાળા દરમ્યાન પ્રથમ-દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતા ધરાવતાં કર્મચારી કે જેઓ આ સમયગાળા દરમ્યાન નિવૃત થયેલ છે તે કર્મચારીઓને ખાતાકીય પરીક્ષા પાસ કરવામાંથી મુકિત આપવાની રહેશે. તથા તે સિવાયના કર્મચારીઓના કિસ્સામાં, આ સમયગાળા દરમ્યાન પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતા કર્મચારીઓને પરીક્ષા નિયમો બન્યા બાદ એટલે કે તા. ૬-૩-ર૦૧૯ બાદ ખાતાકીય પરીક્ષા નિયત તકમાં પાસ કરવાની રહેશે તે શરતે, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણની પાત્રતા તારીખે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરી શકાશે.

નાણા વિભાગના તા. ૩-૧ર-ર૦૦૯ ના પરિપત્ર ક્રમાંક પગર-૧૦૦૯-૮૦-મ થી થયેલ સુચના મુજબ નિયત તકમાં ખાતાકીય પરીક્ષા પાસ કરવાની શરતે દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરી શકાશે.

પંચાયત સેવામાં એક કે તેથી વધુ ફીડર કેડરમાંથી તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં બઢતી મળવાપાત્ર હોઇ નાણા વિભાગના તા.ર/૭/ર૦૦૭ ઠરાવના ફકરા નં.૩ (૧) ની જોગવાઇ મુજબ વિસ્તરણ અધિકારી (પં) સંવર્ગના કર્મચારીને પગાર ધોરણ રૂ. પર૦૦-ર૦ર૦૦ ગ્રેડ પે ર૮૦૦ માંથી રૂ.૯૩૦૦-૩૪૮૦૦ ગ્રેડ પે ૪ર૦૦ ના પગાર ધોરણમાં પ્રથમ-દ્વિતીય ઉ.પ. ધોરણ મળવા પાત્ર થશે તથા ખરેખર બઢતીના સમયે જ બઢતીનું પગાર ધોરણ મળવાપાત્ર થશ.ે

સર્કલ ઇન્સપેકટર વર્ગ-૩ ની તમામ જગ્યાઓ તા.૧/૧/ર૦૧૬ થી વિસ્તરણ અધિકારી (પં) વર્ગ-૩માં અપગ્રેડ કરવામાં આવેલ છે. આથી, એક જ સંવર્ગ અને એક જ પગાર ધોરણમાં ર૪ વર્ષની સેવા પૂર્ણ થતી ન હોઇ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળ્યા તારીખથી ૧પ વર્ષે દ્વિતીય ઉ.પ. ધોરણ મંજુર કરવા બાબતે નાણા વિભાગની જોગવાઇમાં છુટછાટ આપવાની રહેશે તેમ પરિપત્રમાંં જણાવાયું છે.

(4:35 pm IST)