Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

કંકણ પ્રસ્તુત 'ર્માં ગરબો કોરાવ્યો ગગનગોખ' શકિત આરાધનામાં ૧૩૩૪ દિવા જયોત ગરબા વિશ્વની અપ્રતિમ અલૌકિક અનુભૂતિમાં સમાધિસ્થ થયો : ચિક્કાર પ્રેક્ષકગણ

બેનમૂન આયોજન કરવા બદલ સોનલબેન સાગઠીયા મો.૯૯૨૪૦ ૯૩૯૩૮ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

સ્વર-સંગીતને કલાપ્રેમી ભકતો સમક્ષ કર્ણપ્રિય બનાવ્યુ હાર્દિક રાઠોડ અને હિતેન્દ્રસિંહ જાડેજાની સંગીતકાર જોડકાનો સાઉન્ડ સીસ્ટમ અને સુઝબુઝે

આંતરરાષ્ટ્રિય ખ્યાતી પ્રાપ્ત કંકણે ૪૦માં વર્ષમાં પ્રવેશ કર્યો

કંકણ કોરિયોગ્રાફડ રાજકોટ મ્યુ.કોર્પોરેશન શિક્ષિકાઓના કલાવૃંદે ટીપ્પણીના તાલે તાલે ગીતા ચૌહાણ તેમજ હાર્દિક ભાઇના સુમધુર સ્વરને ચોટદાર અને જોબનવંતો રમતો ભમતો કર્યો

કંકણ આચાર્ય શ્રેયા દક્ષાબેન આચાર્ય, શુભશ્રી દક્ષાબેન, યેશા કૃતિ કિકાણી, હિરલ જાગૃતિ લોટિયા, સ્તુતી સંગીતા પંડયાએ ર્માં ગરબો કોરાવ્યો ગગનગોખનું સુપેરે સહનૃત્ય નિર્દેશન કર્યુ કંકણ અ.સૌ. વૃંદના ગરબાઓનું સહનૃત્ય નિર્દેશન શ્રીમતી મૈત્રી પ્રબોધિની માંકડ દ્વારા કરવામાં આવ્યું

આર્થિક સહયોગ ઉદ્યોગપતિઓ અરવિંદભાઇ પટેલ (ફિલ્ડ માર્શલ) મનેષભાઇ માદેકા (રોલેકસ રીંગ્સ) અને સુરેશભાઇ નંદવાણા (ભવાની ઇન્ડસ્ટ્રીઝ)ના સહયોગથી કાર્યક્રમ ઝળહળ્યો

કાર્યક્રમનું સંચાલન ઉર્વિ કમલા ભાગ્યોદય અને કલાધરિત્રી સુશ્રી સોનલ શ્રીદેવી સાગઠિયા દ્વારા કરવામા આવ્યુ, ટ્રસ્ટી તેમજ આર્કિટેકચર ડિઝાઇનર નિલેશ ભોજાણીએ કાર્યક્રમનું નિયોજન કર્યુ

ર્માં થી મમ્મીની આરાધના... કંકણના કાર્ડમાં કલાકાર દિકરીઓના નામની પાછળ તેમની મમ્મીના નામનું સુખદ આશ્ચર્ય જોવા મળ્યુ

'ર્માં ગરબો કોરાવ્યો ગગનગોખ' કલાકૃતિઓ સમ કંકણ કલાકારો કૈરવી આશા વ્યાસ, નિકિતા હિના ગણાત્રા, ખયાલી મૈત્રેયી કિકાણી, નિશીતા અમી કુકડિયા, કાવ્યા ભાવના જાની, પ્રિશા ફોરમ વસાવડા, પ્રેક્ષા શિતલ પાઠક, રાધિકા હંસા બથવાર, પલક કાનન મહેતા, ઇશા રૂપા શીંગાળા, એકતા નીતા ટાંક, અંજલી જાગૃતિ બારોટ, દ્રષ્ટિ દર્શના પીઠિયા, અસ્મિતા ગીતા જાદવ, દ્રષ્ટિ અંજના ત્રિવેદી, દિયા હેમાલી વ્યાસ, જીનલ મયુરી ચંદારાણા, નિરાલી મનિષા જાદવ, પૂજાબા જયશ્રીબા જાડેજા, જયેશા પ્રશ્ના શાહ, પ્રિયાંશી રાજેશ્રી વ્યાસ, પ્રાપ્તી હિરલ નંદાણી, ટિવંકલ પટેલ, મૈત્રી માંકડ, મીનાબેન વૈશ્નવ, નિતા વસાવડા, સ્મિતા વ્યાસ, જલ્પા ડોડીયા, ફોરમ વસાવડા, શિતલ પાઠક, મેઘા વૈષ્ણવ, રિધ્ધિબેન, ઉલ્લાસબેન, મૈત્રેયી કિકાણી, ધાત્રી વ્યાસ, નિતી હાથી સહિત ૧૦૦ કલાકારો શકિત આરાધનામા ગરબે ઘૂમ્યા

કચ્છી ગજીયાના પ્રયોગ પર પ્રોક્ષકો આફ્રિન... તાળીઓના ગડગડાટ અને સ્ટેન્ડીંગ ઓવેશને સૌરાષ્ટ્ર કચ્છના ઘેરદાર ઘાઘરા - કીન ખાબી કપડાને બાંધણાભાતથી વધાવ્યો

હારલો-પારલો, નથડી-ટીલડી, ઠોળીયો-ઝુમણા-કાનની ઝુલ, બંગડી-પાટલા, ઝાંઝરા-નખલી, કંદોરો-વેઢલા-વીંટીયુના શણગારે કલાકારોને અલંકારોથી પારંપારિક ઘરેણાઓથી લથબથ તારલે મઢી રાત રઢીયાળી કરી

સમગ્ર કાર્યક્રમ કલ્પન, સંકલન નૃત્ય નિર્દેશન ટિવંકલ સવિતાબેન જાગાણી અને સુ.શ્રી સોનલ શ્રીદેવી સવિતાદેવી સાગઠિયાના ભાવજગત સાથે ગુંજતુ રહ્યુ

શકિત આરાધનાની ભકિતરૂપી પ્રાચીન-અર્વાચીન - શાસ્ત્રીય-પ્રયોગાત્મક તેમજ નાવિન્યસભર ગરબા-ગરબી-રાસ-રાસડાની દેશ વિદેશોમાં પ્રસ્તુતી કરી જતન કરવાની નેમ પોષતી કંકણે આંતરરાષ્ટ્રીય ગરબા સંસ્થા રાજકોટ ગુજરાત ભારતે માતાજીની અવિરત ભકિતરૂપા ગરબા વિશ્વમાં ૩૯ વર્ષો પુરા કરી ૪૦ વર્ષમાં પદાર્પણ કર્યુ

આદ્યશકિત ઘંટારવ

૧૨ ઘંટનાદ, ૧૨ નવવાટી દિવી, ૧૦૩૭ પ્રેક્ષક દિવાજયોત, ૨૪ર્માંની લાલ ગુલાબી ચુંદળી અને તાલી-ચપટી-કથ્થક-ભારતનાટયમ સંયોજનના સાયુજયથી ઝળહળ

અ.સૌ.કંકણ બહેનોના નવલા સુપડા રાસમાં બાજરો-ચોખા-ડાંગરને દોડાવવા, પાહટો દેવો, વાવલવા-રજોટી કાઢી ઝાપટવાની ક્રિયાઓને કોરિયોગ્રાફીમાં સજીવ કરી

રંગમંચ સજજમાં ગ્રામ્ય દ્રશ્ય, વૃક્ષ, માતાજીનો મઢ તાદૃશ્ય કરતા અશોક લુંગાતર, ભાવેશ પટેલ તેમજ યાત્રી કિકાણીએ સ્ટેજને જાણે અંબામાનુ મંદિરનું સ્ટેજ પર નિર્માણ કર્યુ

કંકણ કોરિયોગ્રાફડ રાજકોટ મ્યુ.કોર્પોરેશન શિક્ષિકાઓના કલાવૃંદે ટીપ્પણીના તાલે તાલે ગીતા ચૌહાણ તેમજ હાર્દિક ભાઇના સુમધુર સ્વરને ચોટદાર અને જોબનવંતો રમતો ભમતો કર્યો

ર્માંના શણગાર, કલાકારોના વસ્ત્રાલંકાર સેટસને અવનવા રંગોથી મેઘધનુષ્ય સમ રૂપી પીંછીએ ચીતર્યા રંગયા હિતેશ સિનરોજા અને ભરત ત્રિવેદીએ મીરરબોલ, ફોગ લાઇટસ, જીલેટીનના મનોરમ્ય પ્રયોગોથી લાઇટિંગ ઇફેકટસે રંગ રાખ્યો

પુર્વ રાજયપાલ-કર્ણાટક રાજય વજુભાઇ વાળા રાજકોટ કલેકટર અરૂણ- મહેશબાબુએ દિપપ્રાગટય કર્યુ, ગુણવંતભાઇ ડેલાવાળા, વસંતભાઇ સાગઠિયા, ડો.અલ્પનાબેન ત્રિવેદી, ભરત યાજ્ઞિક, શ્રીમણી રેણુ યાજ્ઞિક, અશોક સાગઠીયા અને શ્રીમતી ભારતી સાગઠિયાએ મંગલાચરણ આરતી કરી

નવતર થાળી ગરબો

'જમો જમાડું ર્માંને ભાવતા ભોજન' ૨૪ થાળીઓ ૪૮ ઘંટડીઓ અને ૧૨ માતાજીઓની ૨૪ કલાઇઓનું કામણ

ર્માં ગરબો કોરાવ્યો ગગનગોખ રસરંગભર કાર્યક્રમ અકિલા લાઇવને સથવારે સમગ્ર દેશ અને ૫૦ વિદેશોના હજજારો ગરબા પ્રેમીઓ અને શકિત આરાધકોએ મનભરીને માણ્યો

'ર્માં ગરબો રમે ગગનગોખ ' ગરબા આરાધનામા ૧૦૦ દિકરીઓએ ગરબો ગાયો - જીલ્યો અને ઘૂમ્યો

કરતાલ-રામસાગર રાસમા કરશનદાસ સાગઠિયા અને હેમંત ચૌહાણના સ્વરે દાસી જીવણને કંકણે મીરાબાઇ બની મ્હોર્યા

પલ્લવી મયુર જાની નિર્દેશિત કૃષ્ણ રંગ કથ્થક કૃતિએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા, અર્જુનલાલ હિરાણી પર્ફોમીંગ આર્ટસ કોલેજના કથ્થક કલાકારોએ કલાના કામણ પાથર્યા

હેમૂ ગઢવી હોલમા હકડેઠઠ્ઠ ઓડિયન્સે વ્યકિતદિઠ દિવો હાથમા ધરી ર્માં આદ્યશકિત ઘંટારવ આરતીને અલૌકિકતાસભર માણી

કંકણ જૂનિયર ટીમે સૌરાષ્ટ્રના સોળંગાને ડાંડિયારાસમાં સોળરંગની સાડીઓને સથવારે અને કૃષ્ણ - રાધા - ગોપીની નયનરમ્ય ગુંથણીથી ઝમકદાર શણગાર્યો

રંગતાળી ગરબામા ૮ માંડવડી, ૯ છિદ્રોવાળા માથાપર ગરબા, ૪ ફૂલ મંદિર ફુદરડીઓ અને ર્માંની હમચીએ દર્શકો ડોલ્યા

'દુધે તે ભરી તલાવડી' ગીતમા ઘડૂલીયો- મટુકી-બેડારાસ-પાણીનો આરો-પનિહારી ઘડાની થ્રો એન્ડ કેચ કોરીયોગ્રાફીથી કંકણ આહ, વાહવાહનું કાબિલેદાદ હકકદાર બન્યું

રૂપિયાના સિક્કા જેવડા લાલ ચટક ચાંદલા, કાજળભરી અણીયારી આંખો, હાથે પગે ચાલતો અને મ્હેંદીને ચોહર ચોટલેને અંબોડે ગુલાબ સેવંતી ગજરાને વેણીથી કંકણની દિકરીઓ સાક્ષાત જગદંબારૂપે ગરબે ઘુમી

પારંપારિક પાનેતર ઘરચોળા-પટોળા-પ્રાચીન અર્વાચીન ચણિયાચોળી ઓઢણી - કેડીયા ચોરણી - પતિઆલા - જીમી કાપડા ઓઢણાના રંગબેરંગી વસ્ત્રપરિધાને પ્રેક્ષકોના મન મોહયા

લાલ ઘરચોળામાં મંગળસુત્ર ચુડી ચાંદલા સેથાના સિંદુરને 'મેં તો ભૂલ ચલી' નૂતન ફેઇમ રૂપલે મઢયો કંકણના અસો સિનિયર ગૃપની કલાકારોએ

આદ્યશકિત ઘંટારવ

૧૨ ઘંટનાદ, ૧૨ નવવાટી દિવી, ૧૦૩૭ પ્રેક્ષક દિવાજયોત, ૨૪ર્માંની લાલ ગુલાબી ચુંદળી અને તાલી-ચપટી-કથ્થક-ભારતનાટયમ સંયોજનના સાયુજયથી ઝળહળ

(4:34 pm IST)