Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

રેલ્વે એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ.લાભુભાઇ ડાંગરને નિવૃતિ વિદાયમાન

રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ દિલીપભાઇ સુરેજાને પણ નિવૃતિ વિદાય

રાજકોટ તા. ર :.. પશ્ચિમ રેલ્વે અમદાવાદ ડીવીઝનના રાજકોટ રેલ્વે એસ. ઓ. જી. શાખામાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા લાભુભાઇ બી. ડાંગર તથા રાજકોટ રેલ્વે પો. સ્ટે.માં ફરજ બજાવતા એ. એસ. આઇ. દીલીપભાઇ ટી. સુરેજા વયનિવૃત થતા રાજકોટ રેલ્વે પો. સ્ટે.માં વિદાય સમારંભ યોજાયો હતો.

જીવનના હકારાત્મક અને પોઝીટીવ પ્રકૃતિ ધરાવતા અને રેલ્વે વિભાગમાં કર્તવ્યનિષ્ઠાથી અને આગવી સુજથી બજાવલ લાભુભાઇ ડાંગરે તેમની મોટા ભાગની ફરજ રેલ્વે એલ. સી. બી. અને એસ. ઓ. જી. શાખામાં ફરજ બજાવી અને નોકરીની કારકીર્દી દરમ્યાન કાયમ માટે ઉપરી અધિકારીનો વિશ્વાસ કેળવી અને સાથી કર્મચારીઓ સાથે ભાઇચારાથી કાયમ માટે ફરજ બજાવેલ હોય તા. ૩૧-૧૦-ર૦ર૧ ના રોજ અમદાવાદ રેલ્વે વિભાગના અધિકારી-કર્મચારી તરફથી વિદાય સમારંભ રાખેલ હતો અને તા. ૧-૧૧-ર૦ર૧ ના રોજ રાજકોટ રેલ્વે સ્ટેશનના અધિકારી - કર્મચારીઓ તરફથી નિવૃત થનાર બન્ને એ. એસ. આઇ.શ્રીનો વિદાય સમારંભ પ્રસંગ રાખેલ હતો.

વિદાય સમારંભ પ્રસંગે રાજકોટ રેલ્વે ડીવીઝનના ડીવાયએસપી પી. પી. પીરોજીયા તથા આર. પી. એફ. પ. રે. રાજકોટના પોલીસ ઇન્સ્પેકટર ચાવડા પી. એસ. આઇ. ના જમીન અને રાજકોટ રેલ્વે પો. સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી પરમાર તથા વિજીલન્સના પી. એસ. આઇ. ખાન તથા અગાઉ રેલ્વેમાં ફરજ બજાવી ગયેલા પોલીસ અધિકારીઓ પીએસઆઇ ચુડાસમા અને નિવૃત પોલીસ ઇન્સ. પી. એમ. પરમાર પીએસઆઇ એચ. જે. આહીર પીએસઆઇ એમ. બી. જાડેજા હાજરી આપેલ હતી તેમજ રાજકોટ રેલ્વે વિભાગના તમામ પોલીસ કર્મચારીઓ હાજર રહેલ હતા અને આ પ્રરંભે તમામ પોલીસ અધિકારી કર્મચારીઓએ સાથે ભોજન લીધેલ હતું.

લાભુભાઇ તથા દિલીપભાઇ તા. ૧-૯-૧૯૮૪ ના રોજ પોલીસ ખાતામાં ભરતી થયેલ હતા અને દિલીપભાઇએ જી.ઇ.બી. પોલીસમાં ફરજ બજાવી સારી સફળતા મેળવેલ હતી. અને લાભુભાઇએ તેમની ફરજ દરમ્યાન રેલ્વેના પાટામાં અકસ્માતે હાથ પગ કપાઇ ગયેલ હોય તેવા કેસમાં તાત્કાલીક દવાખાને પહોંચાડી જીવન આપેલા છે. અને નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવી મિલ્કત વિરૂધ્ધના ઘણા ગુનાઓ શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે. નિવૃતિ પણ સર્જનાત્મક બને તેવી શુભેચ્છા લાભુભાઇ ડાંગર, (મો. ૯૮રપ૦ ર૪ર૬૭) તથા દિલીપભાઇ સુરેજાને મળી રહી છે.

(4:09 pm IST)