Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

શહેરીજનોને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છા : ભંડેરી - ભારદ્વાજ - મિરાણી

રાજકોટ તા. ૨ : પ્રકાશના પર્વ દિપાવલી અને નુતન વર્ષની શહેરીજનોને શુભેચ્છા પાઠવતા ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યુ છે કે દરેક તહેવાર કોઇ અનોખો સંદેશ લઇને આવે છે. તહેવારો અને તેના થકી ચાલતા એકબીજાના વહેવારો જ માણસને જીવંત રાખવાનું કામ કરે છે.

એમાય દિવાળીના તહેવારો શુધ્ધિ, નવીનતા, પ્રેમ, આત્મીયતા કેળવવાનો અવસર ગણાય. ત્યારે નુતન વર્ષમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની રાજય સરકાર પ્રજાલક્ષી અને લોકહીતના કાર્યો થકી દેશ અને ગુજરાતની વિકાસ યાત્રા અવિરત ચાલુ રહે, વિશ્વભરમાં માં ભારતીને ગૌરવ પ્રદાન થાય તેવી શુભેચ્છા ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ અને કમલેશ મિરાણીએ પાઠવી છે.

(4:08 pm IST)