Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોમાં તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવતા વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી

રાજકોટ તા. ર : મહાનગર પાલીકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન પ્રવિણભાઇ સોરાણીએ પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, ભારત અને વિદેશમાં વસતા ભારતીયો ખુબ ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે તેવા પ્રકાશના પર્વ દિવાળીના તહેવાર નિમિતે રંગીલા રાજકોટના નગરજનો હાર્દિક શુભેચ્છા પાઠવું છું. તેમજ નવુ વર્ષ સૌ નગરજનો માટે કોરોના કપરાકાળમાં મૂકિત આપનારૃં તથા પારિવારિક, આર્થિક અને સામાજિક ક્ષેત્રે ખુબ જ હર્ષોલ્લાસ ભર્યુ પ્રગતિકારક અને સદ્દભાવ પ્રેરક બની રહે તેવી શુભકામના પાઠવું છું.

હાલ કોરોના સંપૂર્ણ નાબુદ થયો નથી, તો સાવચેતી રાખી સૌ સાથે મળીને તહેવારોની ઉજવણી કરીએ અને પોતે  અને પોતાના પરિવાર સાથે ખુશી ખુશી નવા વર્ષને આવકારીએ. આવનારું નવુ વર્ષ સુખ, સમૃધ્ધિ, સહકાર અને સુયોગ સભર નીવડે  તેવી પ્રભુ પાસે પ્રાર્થના સહ ફરીથી હૃદયપુર્વક તમામ શહેરીજનોને શુભકામના પાઠવી નવા વર્ષના રામ...રામ....

(4:06 pm IST)