Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

દિવાળીના તહેવારોમાં આરોગ્ય તંત્રનું સતત ચેકીંગ : ૧૭ કિલો અખાદ્ય ચીજોનો નાશ

ભગતસિંહ ગાર્ડન, રોયલ પાર્ક રોડ અને જુના માર્કેટ યાર્ડ વિસ્તારની ખાણીપીણી બજારમાંથી વાસી બટેટા, પાણીપુરીનું પાણી, વાસી સંભારો, વાસી મંચુરીયનનો નાશ કરાયો : અંજીર - ડ્રાયફ્રુટ - મુખવાસ અને ચવાણુના નમૂનાઓ લેવાયા

રાજકોટ તા. ૨ : મ.ન.પા.ના આરોગ્ય તંત્ર દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને જાહેર આરોગ્ય હિતાર્થે ભગતસિંહ ગાર્ડન, રોયલ પાર્ક મે. રોડ, જુનુ માર્કેટીંગ યાર્ડ વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી અને અખાદ્ય ૧૭ કિ.ગ્રા. ખાદ્યચીજ (પ્રિપેર્ડ ફુડ) નો સ્થળ પર નાશ કરવામાં આવેલ.

નમુનાની કામગીરી

જ્યારે ફુડ સેફટીસ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂનાલેવામાંઆવેલ  જેમાં (૧) અંજીર (ડ્રાયફ્રુટ,લુઝ)  સ્થળ : સાગર ફુડ્ઝ, ૨- રઘુવીરપરા, પરાબજાર (૨) ચવાણું (ફરસાણ,લુઝ) સ્થળ : શ્રી રામ ગૃહ ઉદ્યોગ અશોક ગાર્ડન સામે, ઉમાંકાંત પંડીત ઉદ્યોગનગર, લક્ષ્મીનગર મે. રોડ (૩) કાજુ (ડ્રાયફ્રુટ, લુઝ) સ્થળ : A to Z ડ્રાયફ્રુટ એન્ડ મુખવાસ, ઇન્દ્રલોક રેસીડન્સી, શોપ નં ૨, આલાપ હેરીટેઝ સામે, સત્યસાંઇ હોસ્પિટલ રાજકોટ વગેરે સ્થળેથી લઇ અને સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

૧૭ કિલો ખોરાકનો નાશ

ઉપરાંત દિવાળીના તહેવારને અનુલક્ષીને જાહેર આરોગ્ય હિતાર્થે ભગતસિંહ ગાર્ડન, રોયલ પાર્ક મે. રોડ, જુનુ માર્કેટીંગ યાર્ડ વિસ્તારમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૫ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી અને અખાદ્ય ૧૭ કિ.ગ્રા. ખાદ્યચીજ (પ્રિપેર્ડ ફુડ) નો સ્થળ પર નાશ કરવામાં આવેલ. જેમાં (૧) ગિરીરાજ પાણીપુરી - રોયલ પાર્ક મે. રોડ પરથી વાસી પાણીપુરીનું પાણી ૩ લીટર (ર) શંકર પાણીપુરી - ભગતસિંહ ગાર્ડન - વાસી બટાટા - ૨ કિ.ગ્રા. (૩) બોમ્બે પાણીપુરી - ભગતસિંહ ગાર્ડન - વાસી બટાટા ૩ કિ.ગ્રા. (૪) ગોકુલ ગાંઠીયા - જુનુ માર્કેટીંગ યાર્ડ - વાસી ખુલ્લા સંભારો ૪ કિ.ગ્રા. (૫) મોમાઇ ફાસ્ટફુડ - જુનુ માર્કેટીંગ યાર્ડ - વાસી સંભારો ૩ કિ.ગ્રા. (૬) વેરોનીકા ઇટાલીયા - આકાશવાણી ચોક - વાસી મંચુરીયન ૨ કિ.ગ્રા. વગેરેનો સમાવેશ છે.

(4:04 pm IST)