Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ડો. બાબા સાહેબ આંબેડકર સ્થાપિત સમતા સૈનિક દળની બેઠક યોજાઇ

રાજકોટ : ડો. બાબાસાહેબ આમ્બેડકર દ્ધારા ૧૯૨૪મા  સ્થાપિત સમતા સૈનિક દળ ની મિટિંગ રાજકોટ ગુજરાત રાજ્ય આમ્બેડકર ભવન દાસી જીવણ પરા  ખાતે મળેલ જેમાં નાગપુરથી પધારેલા મા. રાહુલ કામલેજી. ડો. ધીરેન ઘીવાલા. માજી ધારાસભ્ય શ્રી સિધ્ધાર્થ પરમાર. પોલીસ અધિકારી  સી. કે. રાઠોડ. અશોક સિધવ. અશોક વાલા. ડો નીતા વાઘેલા. તેમજ સમાજના ઉદ્યોગપતિઓ તથા આગેવાનો દ્વારા દેશમાં સમાજના લોકો માટે કેવી રીતે પ્રગતિ થાય. દેશ મજબૂત કેવી રીતે થાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ દલિતોની સ્થિતિ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકિત કામલેજી, કૃણાલ કામલેજી અને આ પેશા ખાન સહિતના અગ્રણી ઉપસ્થિત હતા. તે વખતની તસ્વીર.

(3:28 pm IST)